તાજેતરમાં રૂટસબેરી ક્ધસેપ્ટ પ્રા.લી.ના મેનેજીંગ ડિરેકટર જયેશભાઇ રાદડીયા દ્વારા રાજકોટ પોલીસ કમિશ્નરને ગોવિદ-૯૦ ઇમ્યુનીટી બુસ્ટરની ૧૧૦૦ બોટલ આપીને કંપની દ્વારા સામાજીક દાયીત્વની ફરજ બજાવી હતી.
છેલ્લા પાંચ મહીનાથી સમગ્ર દેશમાં કોરોનાની મહામારી સામે ડોકટરો, પેરામેડીકલ સ્ટાફ, પોલીસ કર્મીઓ લડી રહ્યા છે અને પોતાના કુટુંબની પરવા કર્યા વિના આ મહામારીના સમયમાં અગ્રીમ હરોળમાં લડી રહ્યા છે. આ તકે રાજકોટની જ દીકરી આશ્કા રાદડીયા કે જેઓ આયલેન્ડ ખાતે માસ્ટર ઓફ ફાર્મસીનો અભ્યાસ પૂર્ણ કરીને આયલેન્ડ સરકારના હેલ્થ ડીપાર્ટમેન્ટમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે. તેઓએ દેશપ્રેમની લાગણીથી પ્રેરાઇને આ ગોવિદ-૯૦ ઇમ્યુનીટી બુસ્ટરની ૧૧૦૦ બોટલ રાજકોટ પોલીસના કોરોના વોરીયર્સને ગીફટ આપી છે. આ તકે જણાવી દઇએ કે આ ગોવિંડ-૯૦ દઇએ કે આ ગોવિંદ-૯૦ ઇમયુનીટી બુસ્ટરનું સંશોધન આશ્કા રાદડીયાએ કરેલું છે અને તેમાં આપણાં આયુર્વેદીક ઔષધોનો ઉપયોગ કર્યો છે. આ ગોવિડ-૯૦ ઇમ્યુનીટી બુસ્ટરમાં ગળો, અશ્ર્વગંધા, ભોરીગણી, ધમાસો, અનંતમુળ, પુષ્કર મુળ, બાદીયાન, સુંઠ, તજ, મોટી દુધેલી તેમજ વાયરસ સામે લડી શકે તેવા બે યોગ અમૃત મંથન યોગ અને જીવન અમૃત યોગ નો સમાવેશ કરેલો છે. આ બધા ઔષધો આપણી ઇમ્યુનીટી વધારે છે અને સાથે આપણાં શરીરને વાઇરસ સામે લડવા માટે તૈયાર કરે છે આ પ્રોડકટરસના ખુબ જ સારા રીઝલ્ટ મળ્યા છે અને આ મહામારીના સમયમાં આ ગોવિંદ-૯૦ ઇમ્યુનીટી બુસ્ટર આશીર્વાદરુપ સાબીત થઇ રહ્યા છે. આ પ્રોડકટસનું ઉત્પાદન રાજકોટમાં થાય છે. વધુ વિગતો માટે કં૫નીના માર્કેટીંગ ડીરેકટર પ્રકાશ પટેલ મો. નં. ૯૧૦૬૧ ૧૨૭૩૪ પર સંપર્ક કરી શકાય છે.