ભારત આવેલા એક રુસના પર્યટક પાસે રુપિયા ખતમ થઇ ગયા હોવાથી તે ભીખ માંગવા માટે મજબુર બન્યો હતો. મિડીયામાં આ અંગેના અહેવાલો પ્રસિધ્ધ થયા હતા જેની નોંધ લેતા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આ રુસી પર્યટકોને પુરી મદદ કરવાનું આશ્ર્વાસન આપ્યુ છે.
જાણવા મળ્યુ છે કે આ રુસ પર્યટક પાસે રુપિયા ન હોવાના કારણે મજબુર થઇને તામીલનાડુના એક મંદિરમાં ભીખ માંગી રહ્યો હતો.
સુષ્મા સ્વરાજે ટ્વીટ કરીને જણાવ્યુ હતું કે ઇવેંજલીન, આપનો દેશ ભારતનો ધનિષ્ઠ મિત્ર છે.ચેન્નઇમાં અમારા અધિકારીઓ આપની પુરતી મદદ કરશે, ઉલ્લેખનીય છે કે ૨૪ વર્ષીય રુસના પર્યટક ઇવેંજલીનના એટીએમ પીન લોક થઇ ગઇ હતી જેના કારણે તે એટીએમમાંથી રુપિયા કાઢી શકતો ન હતો. આથી કોઇ બીજો તરીકો ન મળતા તેને તામીલનાડુના કુમાર કોટ્ટમના શ્રી સુબ્રમણીયમ સ્વામી મંદિરના ગેટ પર બેસી ભીખ માંગવાનો નિર્ણય લીધો હતો અને તેની ટોપી આગળ રાખી મંદિર આગળ બેસી ગયો હતો.
સ્થાનીય લોકોએ તેના અંગે પોલીસને જાણ કરી હતી પોલીસે તેના સમગ્ર પેપરો તપાસમાં ઇવેંજલીનના તમામ દસ્તાવેજો સાચા હતા અને પોલીસે ઇવેંજલીનને અમુક રુપિયા આપી ચેન્નઇ જવા માટે સલાહ આપી હતી જ્યાં તેને મદદ માટે રુસના વાણીજ્ય દુતાવાસ અધિકારીઓનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સુષ્મા સ્વરાજ પહેલા પણ દુનિયા ભરમાં વસેલા ભારતીઓ જ નહી સીમાપારના લોકોની મદદ માટે સોશ્યિલ મિડિયાનો ઉપયોગ કરતા રહે છે આથી તેની સરાહના પણ થઇ રહી છે.