નબળા બાંધકામનો વધુ એક નમૂનો, છતમાંથી પોપડા પડવાની સાથે પીવાના પાણીની પણ સમસ્યા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નબળા બાંધકામનો વધુ એક નમૂનો સામે આવ્યો છે. યુનિવર્સિટીના એકેડેમિક વિભાગ અને સેનેટ હોલ નજીકની છતમાંથી પોપડા પડી રહ્યા છે તેમ છતાં તેનું ઘણા સમયથી રીપેરીંગ કરવામાં આવી રહ્યું નથી. સાથે જ પીવાના પાણીની સમસ્યા પણ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો કોન્વોકેશન હોલ હોય, એમપી.એડ અને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટનો સયુંકત ઓડિટોરિયમ હોલ હોય કે પછી યુનિવર્સિટીના અન્ય બાંધકામ હોય તમામમાં ભ્રષ્ટાચાર છાપરે ચડી પોકારી રહ્યો છે. દરમિયાન યુનિવર્સિટીનું વધુ એક નબળા બાંધકામનો નમૂનો સામે આવ્યો છે યુનિવર્સિટીના સેનેટ હોલ પાસે છતમાંથી પોપડા પડી રહ્યા છે અને છતનું બાંધકામ નબળું હોવાનું દેખાઈ રહ્યું છે. વરસાદને કારણે છતમાંથી ભેજની સાથે પોપડા પડવાનું શરૂ થયું પરંતુ યુનિવર્સિટીના સત્તાધીશોએ છતનું રિપેરિંગ ન કરાવ્યું જેને લીધે આ છત જોખમરૂપ બની છે આ સાથે એકેડમિક વિભાગમાં પીવાના પાણીની સમસ્યા સામે આવી છે. હવે તાત્કાલિક છતનું રિપેરિંગ કરવામાં આવે અને પાણી ની સમસ્યા પુરી કરવામાં આવે તેવી કર્મચારીઓની ડિમાન્ડ છે.