ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ફૂટબોલ જગત જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પર મોટી હસ્તીઓમાંથી એક છે. રોનાલ્ડોના ઇંસ્ટાગ્રામ પર અંદાજે 30 કરોડથી વધુ ફોલોઅર્સ છે. આથી તેમના દરેક ઇશારા અથવા એક્ટિવિટીને કોઇપણ કંપનીની બ્રાંડ વેલ્યુ પર ખુબ મોટો પ્રભાવ પડે છે. એક પ્રેસ કોન્ફરન્સમાં રોનાલ્ડોએ માત્ર ટેબલ પરથી બોટલ નીચે મૂકી દેતા કોકાકોલા કંપનીને 30 હજાર કરોડ રૂપિયાનું નુકશાન થઇ ગયું.
રોનાલ્ડો હાલ Euro Cup 2021માં પોર્ટુગલ ટીમ તરફથી રમી રહ્યાં છે. સોમવારે પોર્ટુગલ અને હંગેરી વચ્ચે મેચ રમાનાર હતી. મેચ પહેલા પત્રકાર પરિષદને સંબોધિત કરવા માટે રોનાલ્ડો આવ્યા અને ટેબલની પાછળ ખુરશી પર બેસી ગયા. ખુરશી પર બેસતાની સાથે જ તેમની નજર ટેબલ જાહેરાત માટે રાખેલી કોકા-કોલાની બોટલ પર પડી. હજુ તો પ્રશ્ન-જવાબ શરૂ થાય એ પહેલા જ રોનાલ્ડોએ આ બોટલ ઉઠાવીને નીચે રાખી દીધી. એટલું જ નહીં તેઓએ પાણીની બોટલ દેખાડતા કહ્યું કે સોફ્ટ ડ્રિન્કની જગ્યાએ પાણી પીવો…
It caused Coca Cola lose $4 Bn market value in one day!#christianoronaldo pic.twitter.com/0Oad55RrTP
— Shwetank (@shwetankbhushan) June 16, 2021
તમને જણાવી દઇએ કે યુરોકપમાં કોકા-કોલા કંપની મુખ્ય સ્પોન્સરોમાંથી એક છે. ઇંગ્લિશન મીડિયાના રિપોર્ટ પ્રમાણે પ્રેસ કોન્ફરન્સમાં રોનાલ્ડોની આવી હરકતથી કોકા-કોલા કંપનીના શેરના ભાવ ધડાધડી ગગડવા લાગ્યા. માત્ર કલાકોમાં જ કંપનીને અરબો રૂપિયાનું નુકશાન થઇ ગયું. યુરોપમાં શેર બજાર બપોરે 3 વાગ્યે ખુલ્યું ત્યારે કોકા-કોલાનો પ્રતિ શેરનો ભાવ 56.10 ડોલરની આસપાસ હતો. ત્યારબાદ રોનાલ્ડોની હરકતના 30 મિનિટમાં જ કોકા-કોલાના શેરનો ભાવ 55.22 ડોલર થઇ ગયો.
તો રોનાલ્ડોની બોટલોને ટેબલ નીચે રાખવાની હરકતથી શેર બજારમાં કંપની માટે 1.6 ટકાના ઘટાડાનું કારણ બની. આર્થિક દ્રષ્ટીએ નજર કરીએ તો કોકા-કોલાના શેરની કિંમત 242 અરબ ડોલરથી ઘટી 238 અરબ ડોલર થઇ ગઇ. એટલે કંપનીને 4 અરબ ડોલર (અંદાજે 29 હજાર 333 કરોડ રૂપિયા)ની ખોટ પડી.