ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા માટે કોર્પોરેશન દ્વારા અલગ-અલગ રાજમાર્ગો પર બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે.શહેરના રૈયા રોડ પર આમ્રપાલી રેલવે ફાટક પાસે બની રહેલા અન્ડર બ્રિજની કામગીરી હાલ પૂર્ણતાના આરે છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આવતા સપ્તાહે વાહનચાલકો માટે આ બ્રીજને ખુલ્લો મૂકી દેવામાં આવશે. આમ્રપાલી બ્રિજ રાજકોટની રોનક અને રેસકોર્સની શાનમાં પણ વધારો કરશે એટલું જ નહીં જુના રાજકોટ અને નવા રાજકોટને જોડવા માટે આ બ્રિજ એક  મજબૂત અને મહત્વની કડી બની રહેશે.આમ્રપાલી રેલવે ફાટક દિવસમાં અનેકવાર બંધ થતું હોવાના કારણે વાહન ચાલકોએ પારાવાર મુશ્કેલી વેઠવી પડતી હતી.બ્રિજનું નિર્માણ થતાની સાથે જ હવે વાહનચાલકોને રેલવે ફાટક ખુલ્લુ અને બંધ થવાની પળોજણમાંથી મુક્તિ મળશે,સાથોસાથ ટ્રાફિકની સમસ્યામાંથી પણ છુટકારો મળી જશે.આ અન્ડરબ્રિજમાં બંને બાજુ ૪.૫ મીટરનો સર્વિસ રોડ,બોક્સની અંદર ૬.૬૦ મીટરના  બંને બાજુ  કેરેજ વે જ્યારે બોક્સની બહાર ૭.૭૫ મીટરના  કેરેજ વે બનાવવામાં આવ્યા છે.આ ઉપરાંત વૈશાલીનગર શાક માર્કેટથી ચુડાસમા પ્લોટ મેઈન રોડ તરફ બ્રિજની ઉપર જવા માટે સુવિધા તથા કિશાનપરાથી શ્રેયસ સોસાયટી તરફ બ્રિજની ઉપર જવા માટેની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ બ્રિજના નિર્માણથી રાજકોટવાસીઓને અનેકવિધ સમસ્યાઓથી મુક્તિ મળશે.બીજના નિર્માણ કાર્યનો તમામ ખર્ચ મહાપાલિકા દ્વારા ઉઠાવવામાં આવ્યો છે.જ્યારે બ્રિજનું નિર્માણ રેલવે વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.જેટ ગતિએ નિર્માણ કાર્ય હાથ પર લેવાતા નિર્ધારિત સમય કરતા અંદાજે બેથી ત્રણ મહિના વહેલું બ્રિજનું કામ પૂર્ણ થઇ ગયું છે. બ્રિજનું મોટાભાગનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં હવે આખરી ટચ આપવામાં આવી રહ્યો છે.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આવતા સપ્તાહે આમ્રપાલી બ્રિજ લોકો માટે ખુલ્લા મુકી દેવામાં આવશે.આ બ્રિજ જુના અને નવા રાજકોટને જોડતી એક મજબૂત કડી બનશે.જે રીતે હાલ મહિલા કોલેજ અન્ડર બ્રિજ પર ટ્રાફિકનું ભારણ રહે છે.આગામી દિવસોમાં આમ્રપાલી બ્રિજ ખુલ્લો મુકતા મહિલા કોલેજ બ્રિજ પરથી ટ્રાફિકનું ભારણ માં મોટો ઘટાડો થશે. (ડ્રોન તસવીર: કરન વાડોલિયા)

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.