અઠવાડિયા પૂર્વે ઘર સજાવટની વસ્તુઓ, તોરણ-હાર, માટીના દિવા, ફટાકડા, મુખવાસ, લાભ-શુભ-સાથીયા જેવા શુભ પ્રતિકોના સ્ટીકર, નાસ્તાઓની ખરીદીનો ધમધમાટ અવનવી કેન્ડલ્સ અને એલઈડી લાઈટસ ઓન ડિમાન્ડ: અનેક શાળા-કોલેજોમાં
રંગોળી-સુશોભનની સ્પર્ધાઓ: રજાઓ ગાળવા સહેલાણીઓ પહોંચશે હિલ સ્ટેશન
દિવાળી એટલે રોશનીનો તહેવાર દિવાળીનું નામ પડતાની સાથે જ આપણી ચારેતરફ રોશની જ રોશની હોય તેવો અહેસાસ થાય છે. દિવાળી ભારતનો સૌથી મોટો તહેવાર છે. આ તહેવારમાં ખાસ કરીને અંધકારમાંથી પ્રકાશના વિજયને દર્શાવવામાં આવે છે. દિવાળીનું સામાજિક અને ધાર્મિક બંને દ્રષ્ટિએ અતિ મહત્વ છે. દિવાળીને ‘દિપોત્સવ’ પણ કહેવામાં આવે છે.
એવી માન્યતા છે કે, દિવાળીના દિવસે અયોધ્યાના રાજા રામ ૧૪ વર્ષનો વનવાસ ભોગવીને અયોધ્યા પરત ફર્યા હતા અને અયોધ્યાવાસીઓએ પ્રિય રાજાના આગમનથી ઉત્સાહમાં આવી ગયા હતા. શ્રી રામના સ્વાગતમાં અયોધ્યાવાસીઓએ ઘીના દિવા કર્યા હતા. કાર્તક મહિનાની અમાસ દિવાની રોશનીથી જગમગી ઉઠી ત્યારથી ભારતમાં આ પ્રકાશ પર્વ હર્ષોલ્લાસથી ઉજવાય છે.
દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજકોટની બજારોમાં પણ ધીરે ધીરે દિવાળીનો રંગ દેખાઈ રહ્યો છે. માર્કેટમાં ઘર સુશોભનની સામગ્રીથી માંડી, રંગોળી, મુખવાસ, વિવિધ પ્રકારના માટીના દીવા તેમજ કેન્ડલ્સ અને એલઈડી લાઈટ્સ ઓન ડિમાન્ડ છે.
અષાઢ માસથી શ\રૂ થયેલા તહેવારોની મોસમ અંતે આખા વર્ષનો સૌથી મોટો પર્વ દિવાળીએ સંપન્ન થાય છે. લોકો ભારતીય સંસ્કૃતિના પાંચ દિવસના દિવાળી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં દિવસો અગાઉ પ્લાનીંગ કરવામાં આવે છે. શરદ પૂર્ણિમાની રંગેચંગે ઉજવણી કર્યા બાદ દિવાળી પર્વની તૈયારીઓ શ થઈ જાય છે.
ધનતેરસથી શરૂ થતાં પાંચ દિવસના ઉમંગ ઉત્સાહના આ પર્વમાં લક્ષ્મી પૂજન અને કાળી ચૌદશે લોકો પોતાના ઘરમાંથી કકળાટ કાઢે છે અને નૈવેદ્ય બનાવે છે તો દિવાળીએ વેપારીઓ દ્વારા ચોપડા પૂજન કરવામાં આવે છે. નૂતન વર્ષે લોકો સગા-સંબંધી, મિત્રો, સ્નેહીઓને નવા વર્ષની શુભેચ્છા આપે છે અને ભાઈબીજના દિવસે ભાઈ-બહેનની ઘરે મહેમાનગતિ માણે છે અને બહેનને ઈચ્છીત ભેટ આપે છે.
આ પાંચ દિવસના પર્વની ઉજવણી ખૂબજ ઉત્સાહથી કરવામાં આવે છે. તેના માટે ઘર સજાવવામાં આવે છે, નવા કપડા, ફટાકડા, રંગોળી, દીવાની સાથે સાથે મિઠાઈઓ અને અવનવા મુખવાસની ખરીદી કરવામાં આવે છે.
દિવાળીની ખરીદીનો માહોલ ધીરે ધીરે જામી રહ્યો છે અને દિવાની સાથે સાથે હવે લોકો કેન્ડલ અને એલઈડી પણ ખરીદી કરી રહ્યાં છે. આ અંગે વધુ જણાવતા જોહર કાર્ડસના ઓનર યુસુફભાઈએ જણાવ્યું કે, આ વર્ષે મ્યુઝિકલ કાર્ડસમાં અવનવી વેરાયટી છે. આ સાથે અલગ અલગ કેન્ડલ, કેન્ડલ સ્ટેન્ડ, એલઈડીના દીવા શોપીસ, તોરણ બધામાં નવી વેરાયટી છે. જેની કિંમત રૂ.૧૦થી માંડી ૫૦૦ સુધી છે. આ વર્ષે રંગબેરંગી કેન્ડલ માર્કેટમાં ખૂબ જ ડિમાન્ડમાં છે.
તો બીજી તરફ રંગોળીના રંગબેરંગી કલર દિવાળીના પર્વને વધુ રંગીન બનાવી દે છે. દિવાળી પર્વના પાંચ દિવસ અલગ અલગ થીમ પર રંગોળી કરવામાં આવે છે. કોઈ કોઈ જગ્યાએ તો મોટી મોટી રંગોળીની સ્પર્ધા પણ હોય છે. સ્કૂલોમાં પણ રંગોળી કોમ્પીટીશનનું આયોજન કરાય છે તો કીટી પાર્ટી કે મહિલા મંડળ દ્વારા પણ રંગોળી સ્પર્ધા થાય છે. તેમાં રસોડાની સામગ્રીનો પણ ઉપયોગ કરાય છે. જેમાં હળદર, ચોખા અને કઠોળની રંગોળી કરાય છે તો કોઈ ક જગ્યાએ ફૂલોની રંગોની કરાય છે. જો કે, સામાન્ય રીતે રંગોળીમાં કલરની રંગોળી લોકો વધુ કરે છે.
આ અંગે વધુ જણાવતા રંગવાલા મનુભાઈ અઢીયા કહે છે કે, કલરમાં લાઈટકાર્ડ, રેડ વ્હાઈટ બધા શેડ છે. રંગોળીના ૩૦ કલર્સ આવે છે. આ વર્ષે હોલસેલ માર્કેટમાં ૩ રૂ.કિલો કલર વેંચાય છે જયારે રીટેઈલ માર્કેટમાં રૂ.૧૦ કિલો વેંચાય છે. જો કે આમ છતાં ગ્રાહકોનું પ્રમાણ જળવાઈ રહે છે.
તુલસી-મોર-ગરબા-પાન આકારમાં કલાત્મક દિવડાઓપ્રકાશનો પર્વ દિપોત્સવમાં દિવડાનું અનોખુ મહત્વ છે. ભગવાન શ્રી રામ જયારે વનવાસ ભોગવી અયોધ્યા પરત ફર્યા ત્યારે નગરજનોએ અમાસની રાત્રે પોતાના આંગણે દિવડાઓ પ્રગટાવી પૂર્ણ પુરૂષોતમની આગતા સ્વાગતા કરી હતી. ત્યારથી લઈ આજે હજારો વર્ષો પછી પણ દિવાળીના પર્વે લોકો દિવડાઓ શ્રધ્ધાપૂર્વક પ્રગટાવે છે. જો કે, આધુનિકતાની સાથે દિવડાઓમાં પણ અવનવી વેરાયટીઓ આવતી રહે છે. છેલ્લા થોડા વર્ષથી લોકો માટીના કોડિયાની જગ્યાએ ઈલેકટ્રીક દીવા પ્રગટાવે છે.તેમ છતાં પારંપરિક લોકો માટીના કોડિયામાં દીવા પેટાવવાનું મહત્વ વધુ ગણે છે. આ વર્ષે તુલસી-મોર-ગરબા-પાનના આકારમાં કલાત્મક દિવડાઓ સાથે સાથે ઈલેકટ્રીક દીવાઓ લોકોને આકર્ષી રહ્યાં છે. રૂ.૫થી લઈને રૂ.૧૫૦ સુધીના ભાવમાં દીવડા બજારમાં ઉપલબ્ધ છે.
આ વર્ષે ચાઈના અને કાપડના ફૂલના તદન નવા હાર-તોરદિવાળી માટે સ્પેશ્યલ આવેલા આકર્ષક-અવનવા તોરણ વિશે જાણીતા દુકાનદારે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વર્ષે ડાયમંડ અને ચાઈનાના તદન નવા હાર આવ્યા છે જેની ડિમાન્ડ વધુ છે.મોટામાં મોટા છ ફૂટના ભગવાનની મૂર્તિ માટેના હાર આવ્યા છે.
આ ઉપરાંત મોતીના, પારાવાળા, કાપડના, ફૂલના, રીબીનવાળા, તોરણ-હારની રૂ.૫૦થી લઈને ૧૫૦૦ સુધીના ભાવમાં મળે છે. જો કે જીએસટી અને મોંઘા ભાવથી ઘરાકીમાં હાલ મંદી જોવા મળી રહી છે. દિવાળી નજીકના દિવસોમાં ગ્રાહકો ઉમટે તેવી શકયતાઓ હોવાનું જણાઈ રહ્યું છે.
મહેમાનોના મોં મીઠા કરાવવા મુખવાસની ૫૦થી વધુ વેરાયટીનૂતન વર્ષે એકબીજા લોકો નવા વર્ષની શુભકામના પાઠવવા મહેમાન ગતિ કરતા હોય છે. ઘરે આવેલા મહેમાનોની આગતા-સ્વાગતા, સત્કાર અને મોં મીઠા કરાવવા અવનવા મુખવાસ અપાઈ છે. આ મુખવાસમાં પણ ૫૦ જેટલી ટેસ્ટફૂલ વેરાયટી આવી છે.
જેમાં ટેમ્પટેશન, કેસર મીક્ષ, તલ ગોટલી, ડ્રાયફૂટ ઠંડાઈ, ઓરીયો ઠંડાઈ, ફ્રૂટીઝ ક્રીમ વગેરે લોકપ્રિય છે. ૫૦ જેટલી વિવિધ આઈટમોમાં રૂ.૩૦૦થી લઈને રૂ.૫૦૦ સુધીના ભાવો છે. આ ઉપરાંત મીઠા-ખારા આંબળા, ગુલકંદ, આદુનો મુખવાસ અને ઘણા લોકો કાજુ-બદામ જેવા ડ્રાયફૂટ ખવડાવી સંતોષ અનુભવે છે.
વાંસ, ડિઝાઈનીંગ કાગળ, પ્લાસ્ટિકના ઈલેકટ્રીક લેમ્પનો બજારમાં ‘ઝગમગાટ’દિવાળીના પાંચ દિવસના પર્વમાં લોકો પોતાના ઘરની બહાર આકર્ષક લાઈટીંગ વાળા ઈલેકટ્રીક લેમ્પ, એલઈડી લાઈટસ ગોઠવી રોશનીથી ઝગમગાટ કરે છે. આ વર્ષે વાંસમાં કલરવાળા, પતાકા-ડીઝાઈનીંગ કાગળમાંથી બનાવેલા લેમ્પ, પ્લાસ્ટિકના તેમજ હાંડી બોલ્સમાં ઈલેકટ્રીક લેમ્પની ખરીદી લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની છે.
આવા લેમ્પમાં રૂ.૨૫૦થી લઈ રૂ.૫૦૦ સુધીની અવનવી વેરાયટી ઉપલબ્ધ છે. જો કે મોંઘવારી અને જીએસટીના કારણે દર વર્ષ કરતા ખરીદીમાં ઓછી ઘરાકી હોવાનું જાણીતા ઈલેકટ્રીકના દુકાનદારે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું છે.
ઘોંઘાટથી દૂર હિલ સ્ટેશન પર ફરવા જશે સહેલાણીઓદિવાળીના પાંચ દિવસના વેકેશનમાં લોકો હવે ફરવા જવાનું વધુ પસંદ કરે છે. ઘોઘાટથી દૂર હિલ સ્ટેશનોમાં જઈ રજા માણવા જાય છે. આ વર્ષે દિલ્હી, મથુરા, સિમલા, મનાલી, નૈનિતાલ જેવા હિલ સ્ટેશનોની સારી ઈન્કવાયરી છે તેવું કહેતા અક્ષર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના અશોકભાઈ પરમારે જણાવ્યું કે, આ વર્ષે પણ દર વર્ષની જેમ સિમલા, નૈનિતાલ, હરિદ્વારા, આગ્રાની સારી ઈન્કવાયરી છે. હવે લોકો ટ્રેનની સાથે સાથે ફલાઈટમાં જવાનું પણ વધારે પસંદ કરે છે. વૃધ્ધો હોય તો તેઓ ભાઈબીજનું સ્નાન કરવા હરિદ્વાર જવાનું પસંદ કરે છે જયારે અન્ય લોકો શાંત વાતાવરણમાં જવાનું પસંદ કરે છે.