આજથી દિવાળી પર્વનો પ્રારંભ થયો છે. આ વખતે કોરોનાની મહામારી વચ્ચે દિવાળી પર્વમાં ખરીદીમાં પણ છેલ્લા બે-ત્રણ દિવસથી તેજી જોવા મળી રહી હોય તેમ સૌરાષ્ટ્ર-કચ્છની બજારોમાં દિવાળીની ખરીદીથી રોનક આવી છે. દિવાળીની સાથે ગુજરાતી નવું વર્ષ પણ આવશે ત્યારે નવા કપડાથી માંડીને અન્ય ચીજવસ્તુઓની મોટાપાયે ખરીદી કરવામાં આવી રહી છે. ત્યારે નગરની તમામ બજારો ફૂલ દેખાઈ રહી છે.
સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ સ્થળો ઉપર ઉભા થયેલા સેલની પણ નગરજનો મુલાકાત લઈ રહ્યાં છે. ત્યારે દામનગર, ગાંધીનગર, ચોટીલા, મહુવા, પડધરી અને દ્વારકા સહિતના શહેરોની બજારો ગ્રાહકોથી ધમધમી છે. બજારો ધમધમતા વેપારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે.તહેવારોના દિવસમોમાં ઘરમાં નહીં પણ બહાર ડીનરનો ક્રેજ લોકોમાં વધી રહ્યો છે. તેના કારણે શહેરમાં આવેલા ખાણી પીણી બજારો, રેસ્ટોરન્ટ અને હોટલોમાં દિવાળીના તહેવારો શરૂ થતાં જ ભીડ થવા માંડી છે. આ ઉપરાંત લારીઓ ઉપર મોડી સાંજથી જ ભીડ જોવા મળી રહી છે. લોકો પરિવાર સાથે હોટલ-રેસ્ટોરન્ટમાં ડીનર માટે ધસારો કરતા નજરે પડવા લાગ્યા છે.
ગાંધીબાગ મેઈન રોડ, મહુવા
ટાવર ચોક બજાર, ચોટીલા
મેઇન બજાર, દામનગર