બીજા કિસ્સામાં બે શખ્સો દ્વારા પરિણીતા પાસે ફોન પર બીભત્સ માંગણી

વાંકાનેરમાં એક શખ્સે પરિણીતાને આંખ મારીને પરિણીતાના પરિવારને મારમાર્યો હતો. જ્યારે બીજા કિસ્સામાં બે શખ્સ પરિણીતા પાસે ફોન પર બિભત્સ માંગણી કરતા હતા. બન્ને બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેરના ખીજડિયા ગામે રહેતા નસીરાબેન ઇમરાનભાઈ સેરસિયા નામના પરિણીતાએ ફરિયાદ નોંધાવી હતી કે પ્રિતેશ ઉર્ફે પપ્પુ ધીરાજભાઈ અનડકટ નામના શખ્સે તેઓની સામે આંખ મારી હતી.

બાદમાં પરિવારના અબ્દુલભાઇ સાજીદભાઈ, ઇસ્માઇલભાઈ અલીભાઈ અને ફાતમાંબેન ગાજીભાઈને પથ્થરના ઘા મારી તેમજ પાઇપ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

બીજા કિસ્સામાં વાંકાનેરના મેસરિયા ગામના કલ્પનાબેન  ચંદ્રકાંતભાઈ પીયેજાએ ફરિયાદ નોંધાવી હતી કે મહેશ નાગજી ગાંગિયા અને બીજો અજાણ્યો શખ્સ ફોન કરીને બીભત્સ માંગણી કરતા હતા. ઉપરાંત જતી વિશે અપશબ્દો ઉચ્ચારી દીકરીને ઉપાડી જવાની ધમકી પણ આપી હતી.

બન્ને પરિણીતાઓએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.