અબતક, લંડન
ધનાઢ્ય લોકો અનેક વિવિધ વસ્તુઓના શોખીન હોય છે ત્યારે તેમની ગાડી ને લઈને પસંદગી પણ અનેરી જોવા મળતી હોય. આ તકે રોલ્સરોયસે તેના 117 વર્ષના વેચાણનો રેકોર્ડ તોડ્યો છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ લક્ઝરી કાર રોલ્સરોયસના વેચાણમાં 50% નો ઉછાળો ગત એક વર્ષમાં જોવા મળ્યો છે અને કંપનીએ 5586 ગાડીનું જંગી વેચાણ પણ કર્યું છે. કંપની દ્વારા જે ગાડીઓ વહેંચવામાં આવી છે તેમાં સૌથી વધુ અમેરિકા ત્યારબાદ એશિયા પેસિફિક અને અંતે ચાઈના નો સમાવેશ થયો છે.
ગાડીનું વેચાણ 50 ટકા વધ્યું : અમેરિકા,એશિયા-પેસિફિક અને ચાઇનામાં માંગ વધી
કાર ઉત્પાદક કંપનીના ચીફ એક્ઝિક્યુટિવે માહિતી આપતા કહ્યું હતું કે કંપની તેની પ્રથમ ઇલેક્ટ્રિક કાર બજારમાં મૂકવા માટેની તૈયારી હાથ ધરી રહી છે જેને ખૂબ જ સારો એવો પ્રતિસાદ સમગ્ર વિશ્વમાંથી મળશે. વધુમાં તેઓએ માહિતી આપતા કહ્યું હતું કે કોરોનાની વિકટ પરિસ્થિતિને ધ્યાને લઇ કંપનીના વેચાણમાં ઘણો ખરો ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ સ્થિતિ સુધરતાં ની સાથે જ હાલ ગ્રાહકો ગાડી ખરીદવા માટે આગળ આવી રહ્યા છે. સીતારામ વેચાણમાં ઘટાડો આવવાનું કારણ એકમાત્ર કોરોના નહીં પરંતુ શીપની અછત પણ એટલો જ મહત્વનો ભાગ ભજવ્યો છે. પરિણામે જે કારમાં શીટનો ઉપયોગ થતો હતો તે તમામ કાર ઉત્પાદકો એ તેમના પ્રોડકશન પર રોક મૂકી છે.
ધનાઢ્ય લોકો માટે રોલ્સરોયસ ખૂબ મહત્વતા ધરાવતું હોય છે ત્યારે આવનારા સમયમાં કંપની દ્વારા અનેક નવા મોડલો બજારમાં મુકવામાં આવશે જેનો લાભ લોકો ખૂબ સારી રીતે લઈ શકશે. બીજી તરફ કંપનીની લોકપ્રિયતા ચોમેર પથરાયેલી છે. એટલું જ નહીં કંપનીનું વેચાણ માત્ર કંપનીના નામથી જ થઈ રહ્યું છે .