- અદ્યતન ભૌતિક સુવિધાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગથી શ્રેષ્ઠ નાગરિકોનું ઘડતર શકય બને છે
- કોઈપણ દેશની સફળતા તેની ન્યાયિક પ્રણાલી ઉપર આધારિત : કેતનભાઈ મારવાડી
- મારવાડી કોલેજ ખાતે સ્વ.અભયભાઈ ભારદ્વાજ મેમોરિયલ મુક કોર્ટ સ્પર્ધા યોજાય : સ્પર્ધામાં સારું પ્રદર્શન કરનાર વિવિધ ટીમોને પ્રોત્સાહિત કરવામાં આવી
છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ લો નો અભ્યાસ કરવા માટે આગળ આવી રહ્યા છે ત્યારે આ અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને યોગ્ય માહિતી મળી રહે અને સાથોસાથ તેઓ નું ભણતર સુચારુ રૂપથી આગળ વધે તે માટે લો અભ્યાસ કરાવતી કોલેજ અને યુનિવર્સિટીમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું હોય છે અને જેના ભાગરૂપે અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને યોગ્ય માહિતી પણ પ્રાપ્ત થતી હોય છે. આ તકે મારવાડી કોલેજ ખાતે સ્વ.અભયભાઈ ભારદ્વાજ મેમોરિયલ મુક કોર્ટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. માત્ર રાજકોટ અથવા ગુજરાતથી જ નહીં પરંતુ સમગ્ર ભારત માથે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ત્રણ દિવસીય સ્પર્ધામાં સુપ્રીમ કોર્ટના જજ એમ.આર શાહ, ગુજરાત હાઇકોર્ટના જજ નિરલ મહેતા, શહીદ કોર્ટના જજ ઉપસ્થિત રહ્યા હતા એટલું જ નહીં આ સ્પર્ધામાં મારવાડી યુનિવર્સિટીના કેતનભાઇ મારવાડી પણ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને તેમના દ્વારા કરવામાં આવેલા પ્રદર્શનને બિરદાવવામાં પણ આપ્યું હતું. આ સ્પર્ધામાં 16 ટીમોએ ભાગ લીધો હતો. કોલેજના અધ્યાપકોના જણાવ્યા મુજબ મુક કોર્ટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તેનાથી વિદ્યાર્થીઓને કાયદા અભ્યાસમાં સરળતા રહે અને નવું જાણી પણ શકે.
આયોજિત સ્પર્ધામાં ઉપસ્થિત મહેમાનોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે, અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓએ તેમની કલા અને તેમના કૌશલ્યને ઉજાગર કરવાનું રહેતું હોય છે એટલું જ નહીં તેઓએ રિસર્ચની સાથોસાથ નવા નવા વિષયોને પણ અનુગ્રહહિત કરવામાં આવતા હોય છે. જે વિદ્યાર્થી લો વિષયમાં ગંભીરતાથી ધ્યાને લઇ અભ્યાસ કરે તો તે સફળતા હાંસલ કરી શકે છે. આ તકે ગુજરાત હાઇકોર્ટના જજ નિરલ મેહતાએ જણાવ્યું હતું કે આ સ્પર્ધામાં દરેક વિદ્યાર્થીઓને ખૂબ સારું પ્રદર્શન કર્યું છે સાથોસાથ જે વિદ્યાર્થીઓ કાયદાના વ્યવસાયમાં આગળ આવી રહ્યા છે તેઓએ લક્ષ્ય ઉપર નહીં પરંતુ તેમના પ્રદર્શન ઉપર ધ્યાન રાખવું જોઈએ.
અંતમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે સફળ થવા માટે પણ હાર્ડવર્ક ની જરૂર છે તો એવી રીતે પ્રસિદ્ધિ મેળવવા માટે અને પોતાની કારકિર્દીને ચમકાવવા માટે પણ હાર્ડવર્ક એક જ ઉપાય છે જેને અનુસરવું ખૂબ જ જરૂરી. કેતનભાઇ મારવાડી એમ પણ જણાવ્યું હતું કે કોઈ પણ દેશની સફળતા તેની ન્યાયિક પ્રણાલી ઉપર નિર્ભર કરતું હોય છે જે દેશમાં જ્યુડિશિયલ સિસ્ટમ સારી હોય તે દેશનો વિકાસ ઝડપભેર અને વેગવંતી રીતે થતો હોય છે.
લો ના વિધાર્થીઓ માટે મુક કોર્ટ ખુબજ જરૂરી : કેતનભાઈ મારવાડી
કેતનભાઇ મારવાડીએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે લો વિષયમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમના માટે મુટકોર્ટ ખુબજ જરૂરી અને અનિવાર્ય છે. જેમાં તો તેમની સ્કીલને સારી રીતે ઉજાગર કરી શકે છે. કોઈ લોકોને પણ પ્રોત્સાહિત કર્યા હતા અને જણાવ્યું હતું કે શિક્ષક દ્વારા પણ ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે દરેક યુનિવર્સિટી પાસે સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તો હોય જ છે પરંતુ જરૂરી એ છે કે ક્વોલિફાઈડ શિક્ષકો મળે તો તે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપતા હોય છે જે વિષય ઉપર મારવાડી યુનિવર્સિટી વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકો દેશના ભાવિ વકીલો કે જે દેશની સાથે સમાજ સેવા કરશે : જસ્ટિસ એમ.આર શાહ
સુપ્રીમ કોર્ટના જજ એમ.આર.શાહે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તેઓ મારવાડી યુનિવર્સિટીમાં બીજી વખત આવ્યા છે અને જે રીતે યુનિવર્સિટીને સતત બેસ્ટ એક્સેલન્સ એવોર્ડ મળી રહ્યો છે તે પુરવાર કરે છે કે યુનિવર્સિટી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ ચિંતિત છે. વધુમાં તેઓએ ઉમેર્યું હતુ કે જે ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે તેનાથી એ વાત સ્પષ્ટ છે કે ઉપસ્થિત દરેક સ્પર્ધકો ભારતના ભાવિ વકીલો છે કે જે દેશની સાથે સમાજની સેવા પણ કરશે. અંતમાં તેમણે ઉમેર્યું હતું કે જે કોઈ અસીલો હોય તેને યોગ્ય ન્યાય મળે તે માટે વકીલોએ ખૂબ મહેનત કરવી જરૂરી છે સાથોસાથ તેઓ ભરોસો પણ આપવો અનિવાર્ય છે.
અમને સ્વપ્ન પણ વિચાર ન હતો કે અમે સ્પર્ધા જીતીશું અંસિકા અગરવાલ
દેહરાદુનની કોલેજમાં અભ્યાસ કરતાં અને મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત મુટકોર્ટ સ્પર્ધામાં ભાગ લેનાર અંસિકા અગરવાલ અને તેની ટીમે હરખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ ને સહેજ પણ અપેક્ષા નહોતી કે તેઓ આ સ્પર્ધા જીતશે અને તેમની કોલેજનું નામ રોશન કરશે. કુમારે કહ્યું કે સુપ્રીમ કોર્ટના જજ દ્વારા સન્માનિત કરવાનો એક અલગ જ ગૌરવ છે. આ સ્પર્ધામાં તૈયારી કરવા માટે માત્ર દસથી પંદર દિવસનો જ સમય મળ્યો હતો તેમાં પણ જે ટીમ વર્ક કરવામાં આવ્યું તે જ પરિણામ છે કે તેઓ પ્રથમ ક્રમ પર આવ્યા છે અને ટ્રોફી થી સન્માનિત કરાયા છે.