સૌરાષ્ટ્રના એકમાત્ર ઈન્ફેકશન સ્પેશ્યાલીસ્ટ ડો. આકાશ દોશીની સેવાઓ રાજકોટના સૌરાષ્ટ્ર ઈન્ફેકશન ડીસીઝ ક્લિનિક ખાતે ઉપલબ્ધ
સતત વિકસતા જતા રાજકોટ શહેરમાં કુદકેને ભૂસકે વસતી વધી રહી છે. જેથી વિવિધ રોગોની સાથે ચેપી રોગો એટલે કે ઈન્ફેકશનથી થતા રોગોનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. સૌરાષ્ટ્રના મેડીકલ હબ તરીકે ઉપસી આવેલા રાજકોટ શહેરમાં તમામ પ્રકારના સૂપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરોની સાથે છેલ્લા થોડા સમયથી ઈન્ફેકશનના સ્પેશ્યાલીસ્ટ ડોકટરની સારવાર પણ ઉપલબ્ધ બની છે.
સૌરાષ્ટ્રના સૌ પ્રથમ ઈન્ફેકશનનાં નિષ્ણાંત તબીબ ડો. આકાશ દોશી રાજકોટના સૌરાષ્ટ્ર ઈન્ફેકશન ડીસીઝ કલીનીક ખાતે કાર્યરત છે. આ કલીનીકમાં લાંબા સમયના તાવ, ડેંગ્યુ, મેલેરીયા, ચિકનગુનિયા, સ્વાઈન ફલુ, હાડકા અને સાંધાના ચેપ જેવા દર્દીઓની સારવાર ઉપલબ્ધ છે. સમાજમાં ધીમેધીમે કેન્સર અને ડાયાબીટીસનું પ્રમાણ વધવાની સાથે સાથે આવા દર્દીઓમાં ઈન્ફેકશન્સનું પ્રમાણ પણ વધ્યું છે. આવા ઈન્ફેકશનનું વહેલી તકે નિદાન અને સચોટ ઈલાજ દર્દીના સારા સ્વાસ્થ્ય અને બિમારીની સામેની રિકવરી માટે જરૂરી છે. ડો. આકાશ દોશીએ પોતાનો એમબીબીએસ અને એમડી મેડીસીનનો અભ્યાસ અમદાવાદની પ્રખ્યાત વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાંથી કરેલો છે. તેમના રસના વિષય એવા ઈન્ફેકશન્સ માટેનો ઉચ્ચ અભ્યાસ ફેલોશીપ સમગ્ર ભારતમાં જાણીતી મુંબઈ સ્થિત હિંદુજા હોસ્પિટલમાંથી કરેલ છે. જયાં તેમણે દરેક પ્રકારના ભારેથી અતિભારે ઈન્ફેકશન્સના દર્દીઓની સારવાર તેમજ રિસર્ચ કામગીરીનો બહોળો અનુભવ મેળવેલ છે. સામાન્ય રીતે દર્દીઓમાં જોવા મળતા ઈન્ફેકશન્સમાં ટયુબરકયુલોસીસ, બ્રુસેલોસીસ, મ્યુકોર, કેન્ડીડા, ટાઈફોઈડ અને પેટનાં અન્ય ચેપ, એચ.આઈ.વી. એઈડ્સ, હાડકા અને સાંધાના ઈન્ફેકશન હોય છે. જેમાં ટયુબરકયુલોસીસ એટલે કે ટી.બી. આપણા દેશમાં વર્ષોથી એન્ડેમીક રોગ છે. જેમાં ફેફસા અને શરીરના બીજા અંગો જેમકે કરોડ રજજૂ આંતરડું સાંધા,મગજ, અને લસિકાઓમાં આ રોગ જોવા મળે છે. આ રોગ સામે પૂરતી અને સચોટ સારવાર લેવામાં ન આવે તો એમડીઆર.ટીબીની શકયતા વધી જાય છે. બ્રુસેલોસીસ એટલે કે દૂધાળા પ્રાણીઓમાં જોવા મળતો રોગ છે આવા પ્રાણીઓનાં ચેપી દૂધ કે દૂધની આઈટમ્સ આરોગવાથી માણસોમાં આ રોગ ફેલાય છે. જયારે મ્યુકોર અને કેન્ડીડા જેવા ફંગલ ઈન્ફેકશન્સ ડાયાબીટીઝના દર્દી અને રોગ પ્રતિકારકતાના ઉણપ ધરાવતા દર્દીઓમાં જોવા મળે છે. મ્યુકોરમાયકોસિસ એ નાક, કાન, આંખ અને મગજમાં ફેલાતુ જીવલેણ ઈન્ફેકશન છે. એચ.ર્અઈ.વી. એટલે કે એઈડ્સ જેવા ગંભીર રોગમાં નિદાન અને સારવાર ખૂબજ મહત્વની હોય છે. આ ક્ષેત્રમાં હંમેશા નવું સંશોધન થાય છે. પધ્ધતિસર રીતે આ રોગનું નિદાન, સારવાર અને ફેલાવા રોકવાના પ્રયાસો અત્યંત જરૂરી છે. હાડકાના અને સાધાના ચેપી રોગોમાં ઈન્ફેકશન્સની સારવાર જટીલ હોય છે. અને આવા રોગો માટે ઘણા લાંબા સમય સુધી એન્ટિબાયોટીકસ દવાઓનો કોર્સ કરવો પડતો હોય છે. સામાન્ય રીતે એવી માન્યતા છે કે રસીકરણ ફકત બાળકો માટે હોય છે. પરંતુ જેમ જેમ ઈન્ફેકશન્સનું પ્રમાણ અને ફેલાવો વધ્યા છે. તેમ આવા રોગ જેમકે સ્વાઈન ફલુ, સ્ટ્રેપ્ટોકોકલ ઈન્ફેકશન ઝેરી કમળો, યેલો ફીવર, ટાઈફોઈડ રસીકરણની સુવિધા પુખ્ત વયના લોકો માટે ઉપલબ્ધ છે. જેના વિશે હવે સમાજમાં જાગૃતિ લાવવાનો સમય પાકી ગયો છે.
શરીરની રોગ પ્રતિકારક શકિત ઘટી જવાથી ઇન્ફેક્શન થવાની શક્યતા વધે છે: ડો. આકાશ દોશી
સૌરાષ્ટ્ર ઇન્ફેકશન ડીસીઝ કલીનીકમાં કાર્યરત ડો. આકાશ દોશી એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઇન્ફેકશન એ એવી બાબત છે કે જેમાં આપણા શરીરમાં બેકટેરીયા ફેગસ, વાઇરસ વગેરે આવતા હોય છે. જેનાથી આપણા શરીરમાં રોગપ્રતિકારક શકિત ઘટે છે. અને તેનાથી થતાં રોગો ઇન્ફેકશન ડીસીઝ કહેવાય છે. સાદા નોર્મલ ફલુ થી લઇને ટીબી, એચઆઇવી, એઇડેસ, જેવા ભારે રોગ ઇન્ફેકશન થતી થતા હોય છે. કેન્સર,, ડાયાબીટીસ, એનોફેલાવો વધી રહ્યાં છે. ત્યારે આવો દર્દીઓને ઇન્ફેકશન થાય તેને વધારે તકલીફ પડતી હોય છે. એચઆઇવી ની બીમારી માટે ભારત વિશ્ર્વમાં બીજા નંબરનો દેશ છે. ત્યારે આવી બીમારી માટેની તથા કાળજી રાખવા માટેની સારવાર આપવામાં આવતી હોય છે. હાડકામાં ઓપરેશન બાદ ઇન્ફેકશન થતું હોય છે રસીકરણ ખાલી બાળકો માટે જ નથી હોતું હવે ઘણા ડાયાબીટીસ દર્દી કીડનીના દર્દીને પણ રસીકરણ કરવામાં આવતું હોય છે. રાજકોટ સૌરાષ્ટ્રમાં આવા નિષ્ણાંતો ડોકટરોની કમી છે. ત્યારે ખાસ અહિં ઇન્ફેકશન સ્પેશ્યાલીસ્ટ તરીકે કામ કરી રહ્યા છે. ઇન્ફેકશનના દર્દીઓએ જો ડાયાબીટીશના દર્દી હોય તો તેમણે ડાયાબીટીસ ક્ધટ્રોલમાં રાખવું જોઇએ. હેલ્ધી લાઇફ સ્ટાઇલ માટે ડાયટફુડ, એકસર સાઇઝ જેવી વસ્તુઓ પર ભાર મુકવો જોઇએ. વાઇરસ માટે બધી એન્ટીબાયોટીક કામ કરતી હોતી નથી. વાઇરસ માટે અમુક જ પ્રકારની સારવાર થતી હોય છે. બીમારી હોય તો તેનું રેગ્યુલર ચેકઅપ કરાવતું રહેવું જોઇએ. ઇન્ફેકશન થતા રોકવા માટે આપણે વેકસીનેશન કરવી જોઇએ જેને ટાઇફોડની બીમારી રહેતી હોય તો તેનું વેકસીનેશન કરાવવું જોઇએ. જો એકવાર ઇન્ફેકશન થયું હોય તો આપણે તેનું સચોટ નીદાન કરવું જોઇએ. ગમે તે એન્ટી બાયોટીક દવાઓ લેવી ન જોઇએ કોર્ષ પુરો કરવો જોઇએ નિદાન કર્યા વગર કોઇ પણ સારવાર લેવી એ સારી બાબત નથી. ઇન્ફેકશન એ નવો સુપર સ્પેશ્યાલીટી ફિલ્ડ છે જેમાં કીટાણુ એ સ્ટોગ થતા ગયા છે. દવા આપવા છતાં ફાયદો થતો નથી માટે ભારતમાં આ ઇન્ફેકશન માટેનો કોર્ષ અવેલેબલ થયો છે અને લોકોમાં આ વસ્તુનો ખ્યાલ નથી આ ખ્યાલ વધારવો જરુરી છે. સૌરાષ્ટ્રમાં આવી બીમારીઓ સામે રક્ષણ મળે એ ઉદેશ્યથી અહિ સેવા કરવાની ઉદેશ્ય છે.