ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચાર મેચની શ્રેણીમાં અંતિમ અને નિર્ણાયક મેચ પહેલા, ટીમ ઇન્ડિયા માટે ખરાબ સમાચાર છે. અગાઉની મેચમાં શાનદાર અડધી સદી બનાવનાર રોહિત શર્મા સીરીઝની છેલ્લી ટેસ્ટ મેચ રમશે નહીં. એવું કહેવાય છે કે ભારતીય સ્ટાર બેસ્ટમેન રોહિત શર્મા અને તેમની પત્ની રિતિકા સાજદેહના પરિવારમાં એક નવા સદસ્યનું આગમન થયું છે. જેના માટે તે ભારત પાછો ફર્યો છે.

ટીમ ઇન્ડિયાએ રવિવારે બોક્સિંગ ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 137 રનથી પરાજય આપ્યો હતો. આ મેચમાં, રોહિત શર્માએ પણ 63 રનની સારી ઇનિંગ રમી હતી, પરંતુ તે ચોથી મેચમાં તેમનું પ્રદર્શન ચાલુ રાખી શક્સે નહીં

ટીમ સાથે જોડાયેલા સુત્ર મુજબ, “બાળકના જન્મ સમયે રોહિત શર્માનું રોકાણ યોગ્ય રહેશે. તકનીકી રીતે, તેઓ ટીમને મજબૂત બનાવે છે અને બેટિંગમાં સંતુલન જોવા મળે છે. પણ તેની જગ્યા કોણ લે છે,તે વધારે મહત્વનું છે.

જો કે, રોહિત શર્મા 8 જાન્યુઆરીના રોજ યોજાનારી એક-દિવસીય મેચમાં ફરીથી ટીમમાં જોડાઈ શકે છે. ટીમ ઇન્ડિયાની બેટિંગ રોહિત શર્મા સાથે ખૂબ જ મજબૂત લાગે છે.કેપ્ટન વિરાટ કોહલી રોહિત શર્માની ગેરહાજરીમાં ઓલરાઉન્ડર હાર્ડિક પંડ્યને એક તક આપી શકે છે, જો કે ભારતીય ટીમ પાસે રોહિતની ગેરહાજરીમાં રવીન્દ્ર જાડેજા સાથે અન્ય સ્પિન બોલરને રમાડવનો વિકલ્પ છે. આ રીતે અશ્વિન-કુલદીપને તક મળી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.