વિશ્વકપમાં ભારતીય ટીમ માટે ઉચ્ચ સ્તરીય પ્રદર્શન કરતાં ટીમનાં ઉપસુકાની રોહિત શર્માએ વિશ્વકપમાં પાંચ સદી ફટકારી છે જેનાથી તે આઈસીસી વન-ડે રેન્કિંગમાં પ્રથમ સ્થાન પર યથાવત રહેલા વિરાટ કોહલીથી ગણતરીનાં ૨૬ પોઈન્ટ જ પાછળ રહેલો છે. હાલ વિરાટ કોહલી ૯૧૧ પોઇન્ટ સાથે આઈસીસી વન-ડે રેન્કિંગમાં પ્રથમ સ્થાન પર યથાવત છે જયારે ૮૮૫ પોઈન્ટ સાથે રોહિત શર્મા બીજા સ્થાન પર રહેલો છે ત્યારે એ વાત સામે આવે છે કે, વિરાટની આગળ છલાંગ ભરવા રોહિત શર્મા તૈયાર થઈ ગયો છે. પાંચ સદી ફટકાર્યા બાદ રોહિત શર્મા આઈસીસી વન-ડે રેન્કિંગનાં બીજા ક્રમ પર આવી પહોંચ્યો છે. વિશ્વકપની વાત કરવામાં આવે તો અનેકવિધ ખેલાડીઓએ તેમનું ઉજજવળ પ્રદર્શન કર્યું છે તેમાં ઓસ્ટ્રેલિયાનાં ઓપનર ડેવીડ વોર્નરનો પણ સમાવેશ થાય છે કે જે વન-ડે રેન્કિંગનાં ટોપ-૧૦માં છઠ્ઠા ક્રમ પર રહેલો છે. જયારે ન્યુઝીલેન્ડનાં સુકાની કેન વિલિયમ્સન પણ ૮માં ક્રમ પર આવી પહોંચ્યો છે. જયારે ઉસ્માન ખ્વાજા ૧૫માં સ્થાન પર જેસન રોય અને જોની બેરેસ્ટો પોતાનાં ઉજજવળ પ્રદર્શનનાં કારણે ટીમમાં સારું સ્થાન પ્રાપ્ત કર્યું છે જેમાં જેસન રોય ૧૩માં પોઈન્ટ પર આવી પહોંચ્યો છે પરંતુ વન-ડે રેન્કિંગની વાત કરવામાં આવે તો અન્ય ટીમનાં ખેલાડીઓની સરખામણીમાં ભારતીય ટીમનાં ખેલાડીઓ વચ્ચે હરીફાઈ જોવા મળી રહી છે જેમાં પ્રથમ સ્થાન પર રહેલા વિરાટ કોહલી અને દ્વિતીય સ્થાન પર રહેલા રોહિત શર્મા વચ્ચે જાણે ખરાખરીનો જંગ જામ્યો છે.
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…