ઉપસુકાની તરીકે ટીમની જવાબદારી ચેતેશ્વર પુજારાને સોંપાઈ : રોહિતના સ્થાને અભિમન્યુ ઈશ્વરનને તક આપવામાં આવી !!!
ભારતીય કેપ્ટન રોહિત શર્મા અંગૂઠાની ઈજાના કારણે બાંગ્લાદેશ સામેની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ ગુમાવશે. રોહિતને બાંગ્લાદેશ સામેની બીજી વન ડેમાં અંગૂઠાની ઈજા થઈ હતી. આ કારણે હવે તે 14મી ડિસેમ્બરથી શરુ થનારી ટેસ્ટ મેચ ગુમાવશે. તેના સ્થાને ઈન્ડિયા-એ ટીમ તરફથી બાંગ્લાદેશ પ્રવાસમાં નોંધપાત્ર દેખાવ કરનારા ઓપનર અભિમન્યુ એશ્વરનને તક આપવામાં આવી છે. જોકે ગિલ ટીમમાં હોવાથી તેને તક મળે કે કેમ તે પણ એક પ્રશ્નાર્થ છે. બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન રોહિત શર્મા ઈજાના કારણે પ્રથમ ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. ભારતને બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે, પ્રથમ મેચ 14 ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે.
સ્પિનર રવિન્દ્ર જાડેજા અને ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ ઈજાના કારણે બાંગ્લાદેશ સામેની શ્રેણીમાંથી બહાર થઈ ગયા હતા. તેમના સાથે પસંદગીકારોએ નવદીપ સૈની અને સૌરભ કુમારને ટીમમાં સ્થાન આપ્યું હતુ. સૌરાષ્ટ્રના જયદેવ ઉનડકટને પણ ટીમમાં તક આપવામાં આવી હતી. ટેસ્ટ સીરીઝ માટે કે એલ રાહુલને ભારતીય ટીમનું સુકાની પદ સોંપવામાં આવ્યું છે તો સામે ચૈત્રેશ્વર પુજારા વાઈફ કેપ્ટન તરીકેની જવાબદારી નિભાવશે અને ટીમને પ્રોત્સાહિત કરશે.
ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમ
રાહુલ (કેપ્ટન), ચેતેશ્વર પુજારા (વાઈસ કેપ્ટન), ગિલ, કોહલી, ઐયર, પંત (વિ.કી.), ભરત (વિ.કી.), આર.અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ઠાકુર, સિરાજ, ઉમેશ યાદવ, એશ્વરન, નવદીપ સૈની, સૌરભ કુમાર અને જયદેવ ઉનડકટ.