- ડબલ્યુટીની ફાઈનલમાં પહોંચવા માટેની અંતિમ તક સમી બોકિંસગ-ડે ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના ટોચના બેટ્સમેનોની બે જવાબદારી બેટીંગ
મેલબોર્ન ખાતે રમાઈ રહેલી બોકિંસગ ડે ટેસ્ટમાં ભારતના સુકાની રોહિત શર્મા અને સ્ટાર બેટસમેન વિરાટ કોહલીની મુર્ખામી ભરી બેટીંગે વિશ્ર્વના નં. 1 ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહની મહેનત પર પાણી ફેરવી દીધું છે. આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઈનલમાં પહોચવા માટેની એકમાત્ર આશા સમાન ચોથી ટેસ્ટ જીતવાના સપના પર પાણી ઢોળ કરી દીધું છે. ટેસ્ટ જીતી શકાય તેવી આશાઓ ઉભી થઈ હતી પરંતુ સ્ટાર બેટસમેનોની બેદરકારીના પાપે હાલે ટીમ હારના કગાર પર આવીને ઉભી રહી ગઈ છે. બીજા દાવમાં ભારતે 6 વિકેટો ગુમાવી દીધી છે. ટેસ્ટ બચાવવા માટે યશસ્વી જયસ્વાલ અને વોશીંગ્ટન સુંદર સંઘર્ષ કરી રહ્યા છે.
મેલબોર્ન ખાતે રમાઈ રહેલી ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલીયાની ટીમે પ્રથમ દાવમાં 474 રન બનાવ્યા હતા જેની સામે નીતિશકુમાર રેડ્ડીની સદીની મદદથી ભારતની ટીમ પ્રથમ દાવમાં 369 બનાવી શકી હતી બીજાદાવમાં માત્ર 91 રનમાં ઓસ્ટ્રેલીયાની 6 વિકેટો ધરાશાયી થઈ જતા ભારત માટે ટેસ્ટ જીતવાની આશા જાગી હતી. પરંતુ સાતમી વિકેટ માટે 57 રનની અને 10 મી વિકેટ માટે 61 રનની ભાગીદારીએ ઓસીની ટેસ્ટમાં વાપસી કરાવી દીધી હતી.
ટીમ ઈન્ડિયા પાસે પરફેકટ ટેસ્ટ ઓપનરના રૂપમાં કે.એલ. રાહુલનો મજબૂત વિકલ્પ હોવા છતાં સુકાની રોહિત શર્મા ઓપનંગ કરવાનો મોહ છોડી શકતો નથી. કંગાળ ફોર્મ હોવા છતાં રોહિત ઓપનંગ કરે છે. નજીવા સ્કોરે આઉટ થઈ જાય છે. પરિણામે કે.એલ. રાહુલ પણ દબાણમાં આવી જાય છે.
અને બેટીંગમાં ફલોપ થઈ રહ્યો છે. વિરાટ કોહલીનું કંગાળ ફોર્મ પણ ભારત માટે હવે શિરદર્દ બની ગયું છે. બીજા દાવમાં વિરાટ માત્ર પાંચ રન બનાવી આઉટ થઈ ગયો હતો. માત્ર 33 રનમાં ભારતની ત્રણ વિકેટો ધરાશાયી થઈ ગઈ હતી. ત્યારે બાદ યશસ્વી જયસ્વાલ અને ણિશભ પંતની જોડીએ ચોથી વિકેટ માટે 88 રનજોડયા હતા પંતના આઉટ થયા બાદ ભારતે રવિન્દ્ર જાડેજા (2 રન) અને નીતિશકુમાર રેડ્ડી (1 રન) ની વિકેટ ઝડપથી ગુમાવી દેતા ટીમ પર પરાજયનું જોખમ ઉભુ થયું છે.ઓપનર યાસ્વી જયસ્વાલ અને વોશીંગ્ટન સુંદરની જોડી ભારતના પરાજયને ખાળવા સંઘર્ષ કરી રહ્યા છે. ભારતનો સ્ક્ોર 6 વિકેરેટ 138 રન થયા છે.