રોહિંગ્યા મામલામાં ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે,મ્યાંમારથી આવેલા રોહિંગ્યા રેફ્યુજી નથી. રોહિંગ્યા રેફ્યુજી તરીકે ભારતમાં આવ્યા નથી. દિલ્હીમાં NHRCના કાર્યક્રમમાં ગૃહમંત્રી બોલ્યા કે, રોહિંગ્યા સમુદાયના લોકો ભારતની સુરક્ષા માટે ખતરો છે.
રાજનાથે કહ્યુ કે, ભારત રોહિંગ્યાને ડિપોર્ટ કરે છે, તો તેના પર લોકોને આપત્તિ કેમ છે. જ્યારે બર્મા તે લોકો સ્વીકારવા માટે તૈયાર છે. તેમણે કહ્યુ કે, ભારતે UN રિફ્યુજી કન્વેંશન સાઈન કર્યા નથી
રાજનાથ સિંહે આગળ કહ્યુ કે, ભારતની અંદર જે પણ રિસોર્સ છે તેના પર ભારતીયોના અધિકાર છે. બીજાના માનવાધિકારની ચિંતા કર્યા પહેલા પોતાના માનવાધિકારોની વાત કરવી જોઇએ.તેમણે કહ્યુ કે, આજે જે લોકો હ્યુમન રાઇટની વાત કરી રહ્યા છે, તે એનિમલ રાઇટની વાત કરી રહ્યા છે. ભારત યુગોયુગોથી આ તમામ રાઇટ પર વાત કરે છે. ગૃહમંત્રીએ કહ્યુ કે, ભારતમાં હ્યુમન રાઈટ શાંતિ અને કલ્યાણમાંથી નીકળ્યા છે..જ્યારે વેસ્ટર્ન હ્યુમન રાઇટ સંઘર્ષમાંથી આવ્યા છે