સૌરવ ગાંગુલીને હવે ફરીથી બંગાળ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ બનાવાય તેવી શકયતા
બીસીસીઆઈ ની આજે એન્યુઅલ જનરલ મીટીંગ એટલે કે વાર્ષિક સાધારણ સભા મળી હતી જેમાં બીસીસીઆઈ ના પ્રેસિડેન્ટ તરીકે રોજર બિન્નીને જાહેર કરવામાં આવ્યા છે અને તેઓએ આજે 36 માં પ્રેસિડેન્ટ તરીકે પોતાનો પદભાર સંભાળ્યો છે. એટલું જ નહીં હવે આઈસીસીના ચેરમેન અંગેનો પ્રશ્ન પણ ઉભો થયો છે તેમાં આ વખતે ફરી ગ્રેગ બરકલેને બીજી ટર્મ માટે ચેરમેન પદ સોંપવામાં આવે તેવી શક્યતા પણ સેવાઈ રહી છે. બીસીસીઆઇના અન્ય ઓફિસ બેરેરો બિનહરીફ ચૂંટાસે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આઇસીસીના ટોપ પોસ્ટ માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ ઓક્ટોબર 20 રાખવામાં આવી છે અને નવેમ્બર 11 થી 13 મેલબોર્ન ખાતે આઇસીસી બોર્ડની બેઠક પણ મળશે. સૌરવ ગાંગુલીને બીસીસીઆઈના પ્રેસિડેન્ટ પદ ઉપરથી ઉતારવા માટે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા હવે જયારે ગાંગુલીને વિદાય અપાઈ ગઈ છે એટલે તેઓને બંગાળ ક્રિકેટ એસોસીએશનના અધ્યક્ષપદે નિયુકત કરવામાં આવે તેવી શકયતા સેવાઈ રહી છે. નવેમ્બર માસમાં યોજાનારી આઈસીએ બોર્ડ બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ જૈસા દ્વારા કરવામાં આવશે અને આઈપીએલના નવા ચેરમેન તરીકે અરુણ ધુમલ ની પણ નિયુક્તિ કરાશે.
ઉલ્લેખનીય છે કે 67 વર્ષના રોજર બિન્ની, ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી છે. તેમનો જન્મ કર્ણાટકના બેંગ્લોરમાં થયો હતો. બિન્ની ભારતીય ક્રિકેટ ટીમમાં રમનાર પ્રથમ એંગ્લો-ઈન્ડિયન ખેલાડી હતા. રોજર બિન્નીએ કર્ણાટક ટીમ માટે 1977માં કેરળ સામે 211 રન બનાવ્યા હતા. આ પછી ડોમેસ્ટિક ક્રિકેટમાં તેનું નામ ચાલવા લાગ્યું. ઓલરાઉન્ડર બિન્નીએ 1979માં બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે રાષ્ટ્રીય ટીમ માટે ડેબ્યુ કર્યું હતું. તેણે ભારતીય ટીમ માટે 27 ટેસ્ટ અને 72 વનડે રમી છે. રોજર બિન્નીએ તેની છેલ્લી મેચ ઓસ્ટ્રેલિયા સામે 9 ઓક્ટોબર 1987ના રોજ રમી હતી.
બિન્નીએ મુંબઈમાં પાકિસ્તાન સામેની તેની ત્રીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં શરૂઆતની ઓવરોમાં માજિદ ખાન, ઝહીર અબ્બાસ અને જાવેદ મિયાંદાદને આઉટ કર્યા હતા. તેની શાનદાર બોલિંગના કારણે ભારતે 131 રનથી મેચ જીતી લીધો હતો.