સુરેન્દ્રનગર વઢવાણ રોડ ઉપર વગર કોઈ પણ જાત ના આધાર વગર મોટા પાઇપો લઈ જવાતા અકસ્માત ની ભિતી…
સુરેન્દ્રનગર જીલ્લા મા વાહનો ની સંખ્યા મા દિવસે ને દિવસે વધારો થતો જાય છે સુરેન્દ્રનગર જિલ્લા મા વાહનો વધવા ના કારણે રોજ અકસ્માતો સર્જાય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા મા અકસ્માતો ની સંખ્યામાં વધારો થયો છે.
ત્યારે સુરેન્દ્રનગર વઢવાણ રોડ એ સુરેન્દ્રનગર જીલ્લા નો મેઈન રોડ ગણવા મા આવે છે સુરેન્દ્રનગર મા પ્રવેશવા માટે કોઈ પણ વાહન ચાલક ને આ રોડ ઉપર પસાર થવુજ પડે છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના વઢવાણ વચે નો રોડ ઉપર રોજ ના હજારો વાહન ચાલક પસાર થતા હોય છે.
ત્યારે આ રોડ ઉપર ગઈ કાલે મોટા સિમેન્ટ ના પાઇપ ભરી એક ટ્રક પસાર થયો હતો ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના વઢવાણ રોડ પર થી પસાર થતો આ ટ્રક મા સિમેંટ નાં પાઇપો અને ભૂગર્ભ ગટર નો માલ સમાન ભરવા મા આવિયો હતો.ત્યારે આ પસાર થઈ રહેલી ટ્રક મા કોઈપણ આધાર વગર આ મોટા પાઇપો ભરવા મા આવીયા હતા.
જો આ પાઇપો આ ટ્રક માંથી પડે તો મોટા અકસ્માત ની ભિતી ઉભી થાય તેવું વાહન ચાલકો મા લાગી રહ્યું હતું.
ત્યારે અગાઉ પણ આવા વાહનો દવારા મોટા અકસ્માતો સર્જાયા છે છતાં અનેક રજૂઆતો છતાં આ ભરચક સુરેન્દ્રનગર વઢવાણ રોડ ઉપર આવા વાહનો જોખમી વાહનો પસાર થઈ રહ્યા છે ત્યારે વાહન ચાલકો મા રોસ ફેલાયો છે.