આગામી નગરપાલિકાની ચૂંટણીમાં ત્રીજા મોરચાનો વિકલ્પ શોધવો પડશે કે કેમ?: લોકચર્ચા

કેશોદમાં ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાયા છે. નગરપાલિકા દ્વારા સફાઈનો તદ્ન અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં ત્રીજા મોરચાનો વિકલ્પ શોધવો પડશે કે કેમ? તેવી લોક ચર્ચા સેવાઈ રહી છે.

કેશોદ શહેરમાં કોરોના ની મહામારી ચાલી રહી છેે તેવી સ્થિતિમાં કેશોદ નગરપાલિકા ના સત્તાધિશો ની નબળાઈ ના કારણે લોકો વધુ આ રોગચાળો નો ભોગ બની શકે તેવી સ્થિતિ સર્જાઇ છે શહેરમાં  ઠેર ઠેર રોડ પર કચરા ના ગંજ જોવા મળે છે ત્યારે આવી મહામારી વચ્ચે પણ પાલિકા ની સફાઈ પ્રત્યે ની ભયંકર બે દરકારી ના કારણે શહેર ના લોકો વધુ રોગચાળામાં ધકેલાઈ જાયતેવી ભીતિ છે ત્યારે નજીક સમયમાં ચુંટણી આવતી હોવા છતાં પાલિકા તંત્ર ના સત્તાધિશો નું પેટ નુ પાણી હલતું નથી ત્યારે શહેરમાં ઠેર ઠેર ગંદકી અને કચરા બાબતે જાગૃત મીડિયા દ્વારા સમા યાંતરે પ્રકાશ પાડવામાં આવી રહીયો છે ત્યારે કેશોદ ની કઠણાઈ કહેવી શું? કે અહીં વિરોધ પક્ષ પણ કેશોદ ની જનતા ની વેદના લઈ કોઈ અવાજ ઉઠાવાની હિંમત કરતું નથી ત્યારે શહેર ની જનતા એ ટુક સમયમાં આવનારી નગરપાલિકા ની ચૂંટણીમાં આવા લોકો ને વિચારી ને મત આપવા પડશે  અથવા કોઈ ત્રીજા મોરચા નો વિકલ્પ પસંદ કરવો પડશે તેવો લોકોમાં સુર ઉઠવા પામ્યો છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.