વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત ટાઉન પ્લાનિંગ શાખા ત્રાટકી: શાંતિનગરમાં ગેરકાયદે ખડકાયેલી ત્રણ ઓરડીઓ પર પણ બુલડોઝર ફેરવી દેવાયું
અબતક, રાજકોટ
રાજકોટ મહાનગર પાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં રામાપીર ચોકડીથી રૈયાધાર સ્લમ ક્વાર્ટર સુધીના રોડ પર ઓપરેશન ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અલગ-અલગ 28 સ્થળોએ માર્જીન અને પાર્કિગમાં ખડકાયેલા ઓટલા, છાપરા સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત શાંતિનગરના ગેઇટ સામે 60 ચો.મી. જમીનમાં ગેરકાયદે ખડકાયેલી 3 ઓરડીઓ જમીનદોસ્ત કરી 30 લાખની જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી.
આજે ટીપી શાખા દ્વારા રામાપીર ચોકડીથી રૈયાધાર સુધીના વિસ્તારમાં દેવનંદન કોમ્પ્લેક્સ, આર.કે.પ્રોવિઝન સ્ટોર, લેડીસ સેલ્સ, શ્રીનાથજી ટેઇલર, રાજ હેર પાર્લર, ચેમ્પિયન હેર સ્ટાઇલ, ભગવતી પાન એન્ડ કોલ્ડીક્સ, સિંધોઇ પાન એન્ડ ટી સ્ટોલ, શિવશક્તિ પ્રો.સ્ટોર, કુળદેવી રેસ્ટોરન્ટ, સાગર પ્રો.સ્ટોર એન્ડ ડેરી, આકાશ ડેરી, દર્શન જનરલ સ્ટોર, નાગબાઇ કૃપા, શ્રીજી સ્ટેશનરી, દ્વારકેશ ક્લીનીક, બંસી હેર સ્ટાઇલ, બજરંગ ઓટો સર્વિસ, હરસિદ્વિ પાન એન્ડ કોલ્ડીંક્સ, શ્રીનાથજી કોલ્ડીંક્સ એન્ડ આઇસ્ક્રીમ, સાંઇ કૃપા, રાધેક્રિષ્ના કોલ્ડ્રીંક્સ, શ્રીનાથજી ફરસાણ, કૃષ્ણ પાન, શ્રીનાથજી કટલેરી, શ્રીજી ઇલેક્ટ્રીક, મચ્છુ મોબાઇલ શોપ દ્વારા માર્જીન અને પાર્કિંગમાં ખડકાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતાં.
આ ઉપરાંત રૈયા સ્લમ ક્વાર્ટર સામે શાંતિનગરના ગેઇટ પાસે 60 ચો.મી. જમીનમાં ગેરકાયદે ચલી દેવામાં આવેલી 3 ઓરડીઓ તોડી પાડવામાં આવી હતી અને બજાર કિંમત મુજબ 30 લાખની જમીન ખૂલ્લી કરાવવામાં આવી છે.