મદ્રાસ હાઇકોર્ટના નિર્ણયને પગલે સીબીએસઇની સુપ્રીમમાં ચુનોતી : ૧૨ જુને સુનવણી
ધી સેન્ટ્રલ બોર્ડ ફોર સેકેન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ) દ્વારા લેવામાં આવતી નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રાસ ટેેસટ (નીટ)ના પરિણામો પર મદ્રાસ હાઇકોર્ટ રોક લગાવવાનો નિર્ણય કર્યો હતા. જેના પગલે સીબીએસઇએ સપ્રિમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. નીટ પરિક્ષાના પરિણામો ૮ જુનના રોજ જારી થવાના હતા પરંતુ મદ્રાસ હાઇકોર્ટની રોકથી જારી થયા ન હતા. ત્યાર બાદ સીબીએસઇએ પરિણામોને ટાળવાનો ફેસલો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે નીટનું પેપર અલગ-અલગ ભાષાઓમાં લેવાયું હતુ. જે પર મદ્રાસ હાઇકોર્ટ કહ્યુ હતુ કે સ્થાનિક ભાષાઓમાં પુછવામાં આવેલા પ્રશ્નો અગે્રજી ભાષામાં પુછાયેલા પ્રશ્નોની સરખામણીએ સરળ હતા. તો બીજ તરફ ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી જણાવ્યું હતુ કે, ગુજરાતીમાં પુછાયેલા પ્રશ્નો અગ્રેંજીની સરખામણીએ અધરાં હતા. કોર્ટની આ પ્રકારની અરજી સામે સીબીએસઇનું કહેવુ છે કે તમામ ભાષાના પેપરનું ડીફીકલ્ટી લેવલ એક સમાન જ હતું. નીટ પરિક્ષમાં ઊભી થયેલી આ અસંમજને પગલે મદ્રાસ હાઇકોર્ટે પરિણામો પર રોક લગાવી દીધી હતી. આ મામલે બોર્ડે કહ્યું હતુ કે નીટ પરિણામો પર મદ્રાસ હાઇકોર્ટના આદેશનું સીબીએસઇ ૧૨ જુન સુધી પાલન કરશે. પરંતુ ત્યારબાદ સુપ્રીમમાં સુનવણી થયા પછી ૧૩ પરિણામો જાહેર કરી દેશે. સુપ્રીમકોર્ટમાં આ મામલે સુનવણી ૧૨ જુનના રોજ થવાની છે.