આશારામબાપુની ધરપકડ અને પોલીસ અધિકારી સમક્ષ કરાયેલા કબુલાતનામા પરની બૂકને પતીયાળા કોર્ટે રોક લગાવી
દિલ્હીની સ્થાનીક પટિયાલા કોર્ટે શુક્રવારે આશારામબાપુના કેસ ઉપર પ્રકાશ પાડતા ‘ગનિગ ફોર ગોડમેન’ ટાઇટલવાળા આશારામબાપુના કબુલાત મુકદમા પર પ્રકાશ પાડતાં પુસ્તકના પ્રકાશન પર રૂક જાવનો આદેશ આપ્યો હતો.
આશારામબાપુની ધરપકડ અને પોલીસ અધિકારીસમાજ કરાયેલી તેમના કબુલાતનામા પર આધારિત પુસ્તકની પમી સપ્ટેમ્બરે થનારી પ્રસિઘ્ધી અટકાવી દેવામાં આવી છે.
પટિયાલા અદાલતે આ પુસ્તકનું પ્રકાશન રપમી સપ્ટે. સુધી અટકાવી દીધું છે. કોર્ટે સંગીતા ગુપ્તાની અરજી પરથી આ પગલુ લીધું છે. પમી સપ્ટે. એ પ્રસિઘ્ધ થનારા આ પુસ્તકથી તેમની વ્યકિતગત છબી અને નુકશાન થવાના મુદ્દે અદાલતે એવું ઠેરવ્યું હતું કે અન્ય કોઇ ત્રાહિત પક્ષકારને આ બાબતમાં જોડાવવા ન દેવાય આ પુસ્તક પમી સપ્ટે.એ પ્રસિઘ્ધ થવાનું હતું.
સંગીતા ગુપ્તા આ કેસમાં રાજસ્થાન કોર્ટમાં વર્ષ ૨૦૧૮માં છે. ધારાશાસ્ત્રી વિજય અગ્રવાલના માઘ્યમથી અદાલતમાં તેમણે રજુ થઇને આ પુસ્તક હાઇયર કોલિન્સ દ્વારા પમી સપ્ટે. એ પુસ્તક સ્વરુપે અને ઓનલાઇન પ્રસિઘ્ધ થવાની રજુઆત કરી હતી. આ પુસ્તકનું સંપાદન જયપુર પોલીસના અધિક કમિશ્નર અજય લાંબા અને સંજીવ માથુર દ્વારા કરવામાં આવ્યું છે. અને તેમાં સતય ઘટના પર પ્રકાશ ફેંકયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમ છતાં આ પુસ્તકની હકીકત મુકદમા સાથે સંકળાયેલી હોવાથી સંચીતાની અપીલ મુજબના મુકદમો હજુ કાનુની પ્રક્રિયા માંથી પસાર થતો હોય અને રાજસ્થાન હાઇકોર્ટે અગાઉ જ તેનું નિવેદન રદ બાતલ કર્યુ છે.
ધારાશાસ્ત્રી વિજય અગ્રવાલે એવી પણ દલીલ કરી છે કે આ અપીલ મુજબ મુકદમો ચાલુ છે અને સજા પણ મુલત્વી રહી અને સંગીતા ગુપ્તા નિર્દોશ પુરવાર થાય એમ છે વળી આ કેસમાં એવી પણ શકયતા છે કે રાજસ્થાન હાઇકોટ દ્વારા મુકદમોના તમામ સાક્ષીઓના નિવેદનો ફરીથી લેવામાં આવે અને આ તપાસ ફરીથી થાય આ કેસમાં કેમ સાથેની સલગ્ન વિગતો સાથેનું પુસ્તક અત્યારે પ્રસિઘ્ધ કરવાની મંજુરી ન આપી શકાય.
ધારાશાસ્ત્રી અગ્રવાલે એવી પણ દલીલ આપી હતી કે આ પુસ્તકમાં ભલે સાચી હકીકતો પ્રસિઘ્ધ કરવાનો દાવો કરવામાં આવતો હોય પરંતુ આ પુસ્તકનું પ્રકાશન આ કેસમાં સહઆરોપી તરીકે સામે સંગીતા ગુપ્તાને જરૂર અસર કરશે અને ભારતના સંવિધાનની કલમ ર૧ હેઠળ તે આવતા સંગીતા ગુપ્તાના મળેલા અધિકારીથી વિરુઘ્ધ ગણાશે.
દિલ્હીના પટિયાલા કોર્ટ એ કરેલા હુકમ મુજબ ૩૦મી સપ્ટે. સુધી હાઇવર કોલિન્સ એમેઝોન અને ફિલિપ્સ કોર્ટને પુસ્તકના પ્રકાશન અને વેચાણ પર સંપૂર્ણ પણે પ્રતિબંધ મુકવાનો આદેશ આપ્યો છે.