કચ્છ જિલ્લામાં પ્રથમ વખત રોબર્ટિંગ સર્જરીની ભુજ ખાતે આવેલ અત્યાધુનિક આયુષ હોસ્પિટલ ખાતે શરૂઆત કરાય છે. આ અંગેની વિગતો આપતા આયુષ હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર ઉપેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે મેડિકલ ક્ષેત્રે વિશ્વમાં ક્રાંતિ આવી છે અને દર્દીઓને ઝડપથી સારવાર પ્રાપ્ત થાય અને દર્દી ઝડપથી સામાન્ય જીવન જીવતો થાય તે માટે અત્યાધુનિક ટેકનોલોજીનો વપરાશ શરૂ થયો છે જેના ભાગરૂપ કચ્છમાં એકમાત્ર ભુજ ખાતે આવેલ આયુષ હોસ્પિટલ ખાતે રોબોટ સર્જરીની શરૂઆત કરાઈ છે જેમાં ખાસ કરીને ઓર્થોપેડિક સર્જરી રોબોટ દ્વારા કરવામાં આવે છે જેનાથી દર્દીને ખૂબ ઝડપથી નિદાન સાથે સર્જરી સારવાર આપવામાં આવે છે અને આ પદ્ધતિ દ્વારા અપાયેલી સારવારથી દર્દી ખૂબ ઝડપથી સામાન્ય જીવન જીવતો થઈ જાય છે ડોક્ટર વાઘેલાએ વધુ વિગતો સાથે કચ્છ કાનૂન એન્ડ ક્રાઈમ ન્યૂઝને માહિતગાર કર્યા હતા.
નવીનગીરી ગોસ્વામી