- ડો.કેતન શાહે સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌપ્રથમ લેટેસ્ટ સુવિધા ઉભી કરી
- રાજકોટની પ્રભુકૃપા હોસ્પિટલમાં સૌપ્રથમ રોબોટિક અસિસ્ટેડ જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી હવે ઉપલબ્ધ બની છે.
- રોબોટિક આસિસ્ટન્ટ જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી અંગે માહિતી આપતા ડો.કેતન શાહે જણાવ્યું હતું કે આ નવી ટેકનોલોજી દર્દીઓ માટે વરદાનરૂપ છે. અહીં સર્જરી દરમિયાન દર્દીઓને કોઇ પેઇન પણ થતું નથી.
2006માં ડો.કેતન શાહએ જનરલ ઓર્થોપેડિક પ્રેક્ટિસને છોડીને એક્સક્લુઝીવ જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી તરફ તેમનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ટેકનોલોજીના આગ્રહી અને દુનિયાની સાથે હંમેશા અપડેટેડ રહેવું એવી ભેખ ધરનારા ડો.કેતન શાહ હાલમાં વિશ્ર્વનું સૌથી એડવાન્સ અને સર્વોચ્ચ રોબોટ લઇને આવ્યા છે. આ પ્રકારની ટેકનોલોજી માનવજાત માટે આશીર્વાદ સ્વરૂપ છે. મેકો સ્માર્ટ રોબોટના સહયોગથી થતા જ રિપ્લેસમેન્ટ ઓપરેશનના મુખ્ય ફાયદા ચોકસાઈ, એક્યુરેસી, પ્રોસીઝર, નાનો લોહીની નહીવત બગાડ, ખુબ ઓછી હાડકાનું ઓછું કપાવું સ્નાયુઓ લિગામેન્ટની બિલકુલ ઈજા ન થવી. દર્દીઓ માટે કસ્ટમાઈઝડ ટ્રેલરમેડ સારવાર ઉપલબ્ધ હોવી, ઝડપી રિક્વરી, પીડા રહિત ફિઝીયોથેરાપી અને રિહેબિલિટેશન જેવા મુદ્ાઓ કહી શકાય, પ્રભુકૃપા હોસ્પિટલને સૌરાષ્ટ્રની પ્રથમ અને એકમાત્ર હોસ્પિટલ છે કે જ્યાં આ પ્રકારની રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીની સુવિધા ઉપલબ્ધ બની છે. વિશ્ર્વાસ અને ભરોસાથી એ વાત વર્ણવી છે કે આ ટેકનોલોજીથી આપણી જનતા, આપણી પ્રજા અને આપણા લોકોને વિદેશમાં જે લાભ મળે છે તે હવે અહી ઉપલબ્ધ બનશે. એવા અસંખ્ય દર્દીઓ જેઓને આ પ્રકારની અધ્યતન ટેકનોલોજીનો લાભ લેવા છે. પરંતુ જે અત્યાર સુધી આપણા શહેર રાજકોટમાં ઉપલબ્ધ જે ન હતું તે હવે પ્રભુકૃપા હોસ્પિટલ ખાતે ખૂબ જ વ્યાજબી કિંમતે અને વર્લ્ડ ક્લાસ અને ઇન્ટરનેશનલ લેવલની સારવાર મળી શકશે.
મેકો સ્માર્ટ રોબોટિક પદ્ધતિ વિશે વધુ માહિતી મેળવવા માટે એકવાર ચોક્કસ પ્રભુકૃપા હોસ્પિટલ કસ્તુરબા રોડ, જ્યુબેલી ગાર્ડન પાસે સિનિયર સિટીઝન પાર્ક સામે સંપર્ક કરી શકાય છે.
2040 સુધીમાં જોઇન્ટ રિપ્લેસમેન્ટની સંખ્યા બમણી થવાની સંભાવના
પ્રભુકૃપા હોસ્પિટલના સર્જન ડો.કેતન શાહે જણાવ્યું હતું કે ગોઠણના ધસારા અંગે 2040 સુધીનો સર્વ કરવામાં આવ્યો છે. હાલ જોઇન્ટ રિપ્લેસમેન્ટની ટકાવારી 20 થી 22 ટકા જેટલી છે. જે વર્ષ-2040 સુધીમાં 38 થી 40 ટકાએ આંબી જવાનો અંદાજ છે. એટલે કે બમણી થઇ જશે. જીવનશૈલીમાં આવેલા પરિવર્તન અને બેઠાડું જીવનના કારણે ગોઠણના ધસારાના કિસ્સામાં વધારો થયો છે.