સાઉદીમાં તાજેતરમાં સોફિયા નામની રોબોટને નાગરિકત્વ આપવામાં આવ્યું હતું. આ વાત વિશ્વમાં વાયુ વેગે પ્રસરી ગઈ હતી. લોકો આશ્ચર્યચકિત કરી દેનાર આ ઘટના બાદ ફરી એક નવો કિસ્સો સામે આવ્યો છે. સાઉદીમાં આ રોબોટ પાસે ત્યાની મહિલાઓ કરતા વધુ અધિકારો હોવાનું જાણવા મળ્યું છે. અહી ઉલ્લેખનીય છે કે સાઉદીમાં મહિલાઓના અધિકારો ખુબ જ સીમિત છે, ત્યાં મહિલાઓને કાર ચાલવાની મંજુરી પણ હમણાં જ મળી છે, તે પણ સરતો ને આધીન છે. રોબોટ સોફિયાને હોંગકોંગની એક કંપનીએ બનાવેલ છે. આ રોબોટ કોઈ પુરુષની મંજુરી લીધા વગર જ સ્ટેજ પર આવી શકે છે. ઉપરાંત તેને મોઢું અને શરીર ઢાંકવાની પણ જરૂર રહેતી નથી. સાઉદીમાં આવી પરવાનગી મહિલાઓને અપાતી નથી.
સાઉદીમાં મહિલાઓ કરતા રોબોટ પાસે વધુ ‘અધિકાર’!!!
Previous ArticleUPSCમાં IPS અધિકારીને પત્ની કરાવતી હતી ચોરી!!!
Next Article ઇન્દિરા ગાંધીને પોતાના મૃત્યુના સંકેતો હતા?