વેપારી ગોળ લેવા ગોડાઉનમાં જતાં પાછળથી ગઠીયો ગલ્લો સફા કરી ગયા
લખતરમાં શિયાળી દરવાજા બહાર બસ સ્ટેન્ડ સામે આવેલી ગણેશ કિરાણા સ્ટોરના માલીકના જણાવ્યા પ્રમાણે તેમની દુકાને બે અજાણી વ્યકિત ગોળ લેવા આવી હતી આથી તેમણે તેમની દુકાનમાંથી ગોળ દેખાડતા તેમને પસંદ હોવાનું જણાવી વધારે ગોળ માંગતા તેઓ ગોડાઉનમાં માગ્યા પ્રમાણે વધારે ગોળ કાઢવા જતા બન્ને શખ્સો તેમના ગલ્લામાં રહેલ બેંકમાં ભરવાની ર લાખની રકમ લઇ તેઓ લાવેલી તેમની ગોલ્ડન કલરની ગાડી લઇ ફરાર થઇ ગયા હતા આથી તેમણે ગલ્લો ચેક કરતા રકમના હોય તેઓ દ્વારા લખતર પોલીસ સ્ટેશનને જાણ કરતા સી.પી.આઇ. રાણા તથા ઇન્ચાર્જ પી.એસ.આઇ. સોનારા તથા સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી દુકાનદારની પ્રાથમીક પુછપરછ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.