અમદાવાદના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થી અને તેના મિત્ર સાથે રાજકોટના શખ્સ સહિત પાંચ શખ્સોએ આચર્યું કૃત્ય
લીંબડી ખાતે અમદાવાદના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થી અને તેના મિત્રને સસ્તામાં બીટકોઈન આપવાના બદલે રાજકોટના શખ્સ સહિત પાંચ શખ્સોએ મારમારી રૂ.40 હજારની લૂંટ ચલાવી નાશી છૂટયાની ફરિયાદ નોંધાવી છે.પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદ ખાતે રહેતાઅને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા વિકાસભાઈ વિજેન્દ્રભાઈ ઉદાણીએ લીબડી પોલીસમાં રાજકોટના ચેતનભાઈ, દહેગામના મનોજદેસાઈ,લીંબડીં ઉદય, ગોકુળ અને જગદીશ નામના શખ્સોએ સસ્તામાં બીટકોઈન આપવાની લાલચ આપી બીટકોઈન ટ્રાન્સફર ન કરી મારમારી રૂ.40 લાખની લૂંટ ચલાવી નાશી ગયાની ફરિયાદ નોંધાવી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં વિકાસભાઈ ઉદાણીના મિત્ર અને મહેસાણાનો વિશાલ રાવલએ જણાવેલ કે ફેસબુક પર ચેતન નામની વ્યકતિએ ઓનલાઈન કિપ્ટોકરન્સી બનાવે છે. અને કિપ્ટોકરન્સી ડિસ્કાઉન્ટમાં આપશે તેવી વાત કરી હતી.
લીંબડી ખાતે બે મિત્રોને બોલાવી બીટકોઈનના મામલે ત્રણ શખ્સોએ મારમારી લૂંટ ચલાવ્યાનો નોંધાતો ગુનો
બાદ વિકાસભાઈએ ચેતન નામની વ્યકિત સાથે વાત કરી હતી. જેમા ચેતને જણાવેલ કે કિપ્ટો કરન્સીનો જે ભાવ ચાલતો હોય તેના પર 20 થી 25 ટકા ડિસ્કાઉન્ટ આપવાની વાતો કરતો છ-એક દિવસ બાદ ચેતને વોજીર એકસ વોલેટમાં 25 હજારના બીટ કોઈન ટ્રાન્સફર કર્યા હતા.
ચેતને મોબાઈલ ફોન કરી વિકાસભાઈને કહેલુ ત્રણ બીટકોઈન 40 લાખમા આપીશ તેમ કહેતા વિકાસભાઈએ સાયલા ખાતે આવવાનું કહ્યું હતુ અને સાયલા ખાતે વાંધો પડતા ડીલ કેન્સલ થઈ હતી.ચેતને કરેલ કે તમારા એકાઉન્ટમાં જમા થાય પછી રોકડા પૈસા આપવાનું કહેતા બીજાદિવસે લીંબડી ખાતે બોલાવ્યા હતા.
લીંબડી ખાતે વિકાસભાઈ તેના મિત્ર વિશાલભાઈ સાથે ગયા બાદ જગદીશ ગોકુળ અને ઉદય સહિત ત્રણ શખ્સોએ બંને મિત્રોને કારમા બેસાડી અને રાજકોટના ચેતન સાથે મોબાઈલમાં વાત કરાવી હતી.ચેતને સ્ક્રીન શોટ મોકલી અને પૈસા આપવાનું કહેતા વિકાસએ પોતાનું એકાઉન્ટમાં બીટકોઈન જતા નથી થયો તેમ કહેતા ચેતનભાઈએ કહેંલુ કે થોડીવાર થઈ જશે ત્યારે વિકાસભાઈ કહેલું કે ત્યારે રકમ આપશું તેમ કહેતા કારમાં રહેલા જગદીશ, ઉદય અને ગોકુલે મારમારી રૂ.40 લાખની લૂટ ચલાવી નાશી ગયા હતા.