પેસેન્જરના સ્વાંગમાં લૂંટારું અને રીક્ષા ચાલકે રૂ.૧૦ હજારની લૂંટ ચલાવી : પોલીસનું ભેદી મૌન
હળવદ શહેર તેમજ ગ્રામ્ય પ્રજાને ચેતવું પડે તેવી ચોકવનારી અને ગંભીર ઘટના સામે આવી છે જેમાં રીક્ષા ચાલક અને મુસાફરના સ્વાંગમાં લૂંટ કરતી ગેંગ સક્રિય બની હોવાનું બહાર આવ્યું છે, સાપકડા ગામના એક ખેડૂતને રિક્ષામાં બેસાડી આ ગેંગના ત્રણ જેટલા શખ્સોએ રૂ. ૧૦ હજારની લૂંટ ચલાવી હોવાનું ખુલ્યું છે, જો કે પોલીસ બધું જાણતી હોવા છતાં પગલાં લેતી નથી.? આ મામલે હજુ સુધી ફરિયાદ નોંધાઇ નથી.
નાગરિકો માટે લાલબત્તી સમાન આ ઘટનાની વિગત જોઈએ તો હળવદના સાપકડા ગામના ખેડૂત હીરાભાઈ જેઠાભાઇ મકવાણાને પોતાની વાડીએ રહેતા મજૂરોને મહેનતાણું ચૂકવવાનું હોય જેથી તેઓ યાર્ડના વેપારી અશ્વિનભાઈ બારોટ પાસે પહોંચ્યા હતા. જ્યાંથી તેઓએ રૂ. ૧૦ હજારનો ઉપાડ લીધો હતો. અને તે ઉપાડ વાડીના મજૂરને ચૂકવવા માટે પરત ફરી રહ્યા હતા. તે વેળાએ તેઓએ પરત જવા જે ઓટો રિક્ષામાં બેઠા હતા જેમાં ઓટો રિક્ષામાં મુસાફરને સ્વાંગમાં બેઠેલ ત્રણ શખ્સોએ ધોલધપાટ કરીને તેઓના ખિસ્સામાંથી રૂ. ૧૦ હજાર કાઢીને તેઓને લૂંટી લીધા હતા. અને બાદમાં રિક્ષામાંથી નીચે ઉતારી મુક્યાં હતા.