અબતક, દર્શન જોશી, જૂનાગઢ
વંથલીના નાવડા ગામે ૪૨ વર્ષીય લગ્ન ઈચ્છુક લાડા પાસેથી રૂ. ૨ લાખ લઈ સમજૂતી કરાર કરી, ઘરે આવેલ યુવતી ચાર દિવસ રહ્યા બાદ રફુચક્કર થઈ જતા, છેતરાયેલા યુવકે યુવતી, દલાલ સહિત ૫ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા આ પ્રકરણ વંથલી પંથકમાં ચર્ચાએ ચડયું છે.
વંથલીના નાવડા ગામે રહેતા પ્રકાશભાઈ હરીભાઈ ભાલોડીયા (ઉ.વ.૪ર) ને વિશ્વાસમાં લઈ પાલીતાણાના કુંભણ ગામની સોનલ સંજયભાઈ વાવેડીયા સાથે લગ્ન કરાવી આપીશુ તેમ કહી સમજુતી કરાર કરીી, રૂા. બે લાખ લઈ સોનલ ચાર દિવસ ઘરે રહ્યા બાદ પ્રકાશભાઈ અને યુવતી સોનલ બંને કેશોદ ખાતે ખરીદી કરવા જતા પ્રકાશભાઈનો મોબાઈલ સાથે લઈ ખરીદી કરીને હમણા આવુ છુ તેમ કહી યુવતી સોનલ નાસી જતા પ્રકાશભાઈ હરીભાઈ ભાલોડીયા એ તેમની સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરી હોવાની યુવતી સોનલ સંજયભાઈ વાવેડીયા, દલાલ જતીનભાઈ સુભાષભાઈ વાળા (રહે.અમરેલી) મુકેશભાઈ સંજયભાઈ વાવેડીયા (રહે.ગામ કુંભણ તા.પાલીતાણા), મુકેશભાઈ સંજયભાઈ વાવેડીયાની પત્ની તથા મુકેશભાઈ સંજયભાઈ વાવેડીયાનો મિત્ર લાલો સામે વંથલી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.