રાજકોટ, કોટડા સાંગાણી અને કાલાવડના શખ્સોની રૂા.5.91 લાખના મુદામાલ સાથે ધરપકડ

 

અબતક,રાજકોટ

રાજકોટ-ગોંડલ હાઇવે પર આવેલા રીબડા ગામના ઉગમણા રસ્તે આવેલી સીમમાં જુગાર કલબ ચાલતી હોવાની બાતમીના આધારે એલસીબી સ્ટાફે દરોડો પાડી રાજકોટ, કોટડા સાંગાણી અને કાલાવડના આઠ શખ્સોને રૂા.5.91 લાખના મુદામાલ સાથે ધરપકડ કરાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ રીબડાના વતની અને હાલ પારડી ગામે રહેતા મગનભાઇ લાખાભાઇ પીપળીયા પોતાની રીબડા ખાતે આવેલી વાડીમાં જુગારની કલબ શરૂ કર્યાની બાતમીના આધારે એલસીબી પી.આઇ. અજયસિંહ ગોહિલ, પી.એસ.આઇ. એસ.જે.રાણા, એએસઆઇ મહેશભાઇ જાની, હેડ કોન્સ્ટેબલ બાલકૃષ્ણ ત્રિવેદી, નિલેશભાઇ ડાંગર, અમુભાઇ વિરડા, દિવ્યેશભાઇ સુવા અને પ્રકાશભાઇ પરમાર સહિતના સ્ટાફે ગતમોડી રાતે જુગાર અંગે દરોડો પાડયો હતો.

પોલીસના દરોડા દરમિયાન જુગાર રમતા વાડી માલિક મગન લાખા પીપળીયા, રાજકોટના વાવડીના નિલેશ ઉર્ફે નિલો કાળુ મારડીયા, રાજકોટ શ્યામ પાર્કના મનસુખ ઉર્ફે ચંદુ શામજી મુળસીયા, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે રહેતા નિકુંજ ઉર્ફે લાલો મનસુખ સંતોકી, કાંગશીયાળીના ધવલ જયંતી ખાનપરા, શાપર સર્વોદય સોસાયટીના જીણા ગોગા કેશવાળા, રાજકોટ અક્ષર વાટીકાના પિયુશ ઉર્ફે મુન્ના રવજી હીગરાજીયા અને કાલાવડના રમેશ બચુ મારકણા નામના શખ્સોની ધરપકડ કરી છે.

પોલીસે રૂા.3.79 લાખ રોકડા, રૂા.97 હજારની કિંમતના આઠ મોબાઇલ અને રૂા.1.15 લાખની કિંમતના ચાર બાઇક મળી રૂા.5.91 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.