- શેરબજારની શુભ શરૂઆત
- સેન્સેક્સ અને નિફ્ટી હાઇ લેવલ પર ખૂલ્યા
શેરમાર્કેટ ન્યૂઝ : શેરબજારની શુભ શરૂઆત થઈ છે . સેન્સેક્સ અને નિફ્ટી હાઇ લેવલ પર ખૂલ્યા છે. સેન્સેક્સ +215.45 પોઇન્ટ વધીને 73,864.07 પર હતો. નિફ્ટી 57.05 પોઈન્ટ વધીને 22,393.45 પાર પહોચ્યો છે . ચોથા-ક્વાર્ટરના નફાના અંદાજને પાછળ રાખ્યા બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ફોકસમાં રહેશે. ચાલુ કોર્પોરેટ પરિણામો ઉપરાંત, NSE પર F&O માસિક કોન્ટ્રાક્ટની સમાપ્તિ વોલેટિલિટીમાં વધારો કરશે.
ભારતમાં સૌથી મોટી ફ્લેક્સિબલ વર્કસ્પેસ સોલ્યુશન્સ કંપનીને IPO લોન્ચ માટે માર્કેટ રેગ્યુલેટર સેબીની મંજૂરી મળી છે. કંપનીએ ડિસેમ્બર 2023માં સેબીમાં તેનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યો હતો. કંપનીની પ્રારંભિક જાહેર ઓફરમાં ₹160 કરોડ સુધીનો નવો ઈશ્યુ અને 10,023,172 ઈક્વિટી શેર સુધીના ઈક્વિટી શેરના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.
પીક XV પાર્ટનર્સ ઇન્વેસ્ટમેન્ટ્સ V દ્વારા 5,011,586 ઇક્વિટી શેર , બિસ્ક લિમિટેડ દ્વારા 4,936,412 ઇક્વિટી શેર અને લિંક ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ દ્વારા 75,174 ઇક્વિટી શેર્સ સુધીના વેચાણ માટેની ઓફર છે . ICICI સિક્યોરિટીઝ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, IIFL સિક્યોરિટીઝ, Emkay ગ્લોબલ ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.