સમય સમય બલવાન હૈ, નહી અર્જુન બલવાન
સવારે ૯ અને રાત્રે ૯ કલાકે પૂન: પ્રસારિત થશે ‘રામાયણ’ના એપિસોડ
સમય સમય બલવાન હૈ નહી કી અર્જુન…. એવું કહેવાય છે અગાઉ એવો સમય હતો કે જયારે ટીવી પર રામાનંદ સાગરની સિરિયલ રામાયણ ટેલીકાસ્ટ થત ત્યારે રસ્ત અને બજારો સુમસામ થઈ જતા ને લોકો પોતાના ઘરમાં ટીવી સામે બેસી જતા પણ હવે સમય એવો છે કે કોરોનાના ફેલાવાને અટકાવવા સમગ્ર દેશ ૨૧ દિવસ માટે લોકડાઉન કરાયો છે. અને લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. ૨૧ દિવસમાં લોકો ઘરમાં જ રહે એ માટે સરકારે આવતીકાલ શનિવારથી રામાનંદ સાગરની પ્રસિધ્ધ સિરિયલ ‘રામાયણ’ના રોજ બે એપીસોડ પ્રસારિત કરવાનો નિર્ણય કર્યો છે.
ભારતીય ટેલીવિઝનના ઈતિહાસમાં એવા કાર્યક્રમો બહુ ઓછા હશે જે લોકપ્રિય હોય અને એના લીધે રસ્તા સુમસામ બની જતા હોય અને બજારો પણ ખાલીખમ હોય, રસ્તા અને બજાર જાણે કફર્યુ જેવો માહોલ હોય પણ હવે ૨૧ દિવસનો લોક ડાઉનથી લોકોને ઘરમાં જ રહેવાની સલાહ અપાઈ છે. ત્યારે લોકો ઘરમાં જ રહે તે અને ઘરમાં જ મનોરંજન મળી રહે તે માટે અગાઉના સમયની લોકપ્રિય ટીવી સિરિયલ ‘રામાયણ’ પૂન: પ્રસારિત કરવા નિર્ણય કરાયો છે. અગાઉ રામાયણ પ્રસારિત થતી તે વેળાએ લોકો પોત પોતાના ઘરમાં ટીવી સામે ગોઠવાઈ જતા કેટલાક લોકો તો આ ધાર્મિક સીરીયલ જોવા માટે પોતાના જૂતા, ચપલ, ઉતારીને જ ટીવી સામે બેસતા. એમાં પણ સિરિયલ જોવા વિક્ષેપ ન પડે તે માટે ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક લોકો પોતાના વાહન કે ટ્રેકટરની બેટરી ઉપર ટીવી ચલાવ્યા હતા.
હવે સમય એવો આવ્યો છે કે ૨૧ દિવસ ઘરમાં રહી શુ કરવું? એવા સમયે દૂરદર્શને લોકપ્રિય રામાયણ સિરિયલ બતાવવા નિર્ણય કર્યો છે.
માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે આવતીકાલ એટલે કે શનિવારથી રામાયણ સિરિયલના બે એપીસોડ દેખાડવામં આવશે.
જેમાં પહેલો એપીસોડ સવારે ૯ કલાકે અને બીજો એપીસોડ રાત્રે ૯ કલાકે પ્રસારિત કરાશે અત્રે એ યાદ આપીએ કે રામાયણ સિરિયલ ને દૂરદર્શન પર બતાવવા માટે લાંબા સમયથી વિચારણા ચાલતી હતી. અને હવે લોકડાઉન થતા આ સિરિયલ ફરી ટીવી પર આવી રહી છે.
કેવો રહેશે ટીઆરપી?
રામાનંદ સાગર કૃત રામાયણ સિરિયલના કલાકારો તાજેતરમાં ધ કપીલ શર્મા શોમાં આવ્યા હતા અને મનભરીને મસ્તી માણી હતી કપીલ શર્મા સાથે વાતચીત વખતે રામ (અરૂણ ગોવિલ)એ શુટીંગ દરમ્યાનના કેટલાક કિસ્સા પણ રજૂ કર્યા હતા. હવે ફરી વખત એજ કલાકારોને ટીવી પર નિહાળવાની તક મળશે. ત્યારે રિ ટેલીકાસ્ટનો ટીઆરપી કેવો રહેશે તેના પર કેટલાયની નજર મંડાઈ છે.