૨૫ હજાર કિ.મી. નેશનલ હાઇવેને રેન્કિંગ અપાશે

બે ટોલબુથ વચ્ચે સમીક્ષા કરી ૧૦૦ સુધીના ગુણ અપાશે

નેશનલ હાઈવેના તમામ પાસાઓ ધ્યાનમાં લેવાશે

ઓકટોમ્બર મહિનો આવે એટલે તમે સમગ્ર દેશના હાઈવેની સ્થિતિથી વાકેફ થઈ જશો. એનએચએઆઈ દ્વારા નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા સૌપ્રથમવાર ટોલ ધરાવતા ૨૫૦૦૦ કિ.મી.ના રસ્તાઓની પરિસ્થિતિ જાણવાની કવાયત હાથ ધરવામાં આવશે અને ૨૫૦૦૦ કિ.મી. ટોલટેક્ષ ધરાવતા રસ્તાઓનો ધસારો અને ખેંચાણની પરિસ્થિતિ શું છે તેની વિગતો મેળવવામાં આવશે.

એનએચએઆઈ દ્વારા સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે. ૦ થી ૧૦૦ ગુણ સુધીની રેન્કિંગ માટે ૫૭૦ પટ્ટાઓને આવરી લેવામાં આવશે. બે ટોલ પ્લાઝાઓ વચ્ચેના અંતરને એક પટ્ટી તરીકે લઈને તેની સમિક્ષા કરવામાં આવશે. જે લોકો ટોલટેક્ષ ભરે છે તેમને મુસાફરી ગુણવત્તા અને અન્ય સુવિધાઓ સંતોષજનક બની રહે તે માટે આ કવાયત હાથ ધરવામાં આવી છે. આ કવાયત બે ટોલબુથ વચ્ચેના રસ્તાની પરિસ્થિતિનો સાચો ખ્યાલ આવશે અને જાહેર થનારા અંકથી લોકોને ટોલ રસ્તાની પરિસ્થિતિ અંગે જાણકારી મળશે. ભારતના રાષ્ટ્રીય ધોરી માર્ગ વિભાગ દ્વારા ૫૬ જેટલા નક્કી કરાયેલા માપદંડોની વિગતો સાથે બે ટોલ પ્લાઝા વચ્ચેના રસ્તાનું વર્ષના બેવાર અવલોકન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાંથી મુસાફરીની ગુણવત્તા, સાર સંભાળ, માળખાગત સુવિધા અને ટોલ પ્લાઝા ઉપર વાહનોના રોકાણના સમય દરમાં ભારે સુધારો થશે. આ માટે ૪૫ ગુણાંક નક્કી કરવામાં આવ્યા છે. તેમાંથી ૩૮ સુરક્ષા આધારિત રહેશે. આ કવાયતમાં રસ્તા પર હરિયાળીની જાળવણી રસ્તા પરના દિશા સુચક, સાઈન બોર્ડ અને ૨૦ ગુણ હાઈવેની ગુણવત્તા ઉપર આધારિત હશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.