બંને તરફના માર્ગ બંધ ન રાખવા ખુદ મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ પોલીસને સુચના આપી: રાજકોટમાં આજથી અમલ શરૂ કરાયો
વીવીઆઇપીના સુરક્ષા બંદોબસ્તના કારણે પોલીસ સ્ટાફ આગોતરી તૈયારી કરી વીવીઆઇપીના માર્ગ પર કોઇ મુશ્કેલી ઉભી ન થાય તેની તકેદારી રાખતા હોય છે. જેના કારણે વીવીઆઇપી જે ‚ટ પરથી પસાર થવાના હોય તે માર્ગ પર અવર જવર અટકાવી દેવામાં આવે છે. જેના કારણે અનેક રાહદારીઓ મુશ્કેલીમાં મુકાતા હોવાથી રાજયના મુખ્ય મંત્રી વિજયભાઇ ‚પાણીએ પોતાના ‚ટ પર બંને તરફના માર્ગ બંધ ન કરાવવા અંગેની પોલીસને સુચના આપી તેનો અમલ રાજકોટથી કરવામાં આવ્યો છે.
ઝેડ પ્લસ સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખી પોલીસ દ્વારા બંદોબસ્તની સ્કીમ તૈયાર કરવામાં આવતી હોય છે અને વીવીઆઇપી જે માર્ગ પરથી પસાર થવાના હોય તેના આગળના દિવસે રિહર્સલ કરવામાં આવે ત્યારે માર્ગ બંને તરફ બંધ કરવામાં આવે છે અને બીજા દિવસે વીવીઆઇપી પસાર થાય ત્યારે પણ કલાકો સુધી માર્ગ બંધ રહેવાના કારણે રાહદારીઓની અવર જવર અટકી જતી હોય છે.
રાજકોટના રસ્તાની સ્થિતી અને ટ્રાફિકની સમસ્યા તેમજ રાહદારીઓને મુશ્કેલી ન પડે તે માટે રાજયના મુખ્ય મંત્રી વિજયભાઇ ‚પાણીએ પોતાના ‚ટ પર માર્ગ બંને તરફ બંધ ન કરવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતને જણાવ્યું હતું. મુખ્ય મંત્રી વિજયભાઇ ‚પાણીના રાજકોટના કાર્યક્રમ દરમિયાન તેનો અમલ કરવાની સુચના હોવાથી તેમના કોન્વેમાં પાયલોટીંગમાં રહેલા ટ્રાફિક બ્રાન્ચના એ.સી.પી.જે.કે.ઝાલાએ અત્યાર સુધી માર્ગ પર કરવામાં આવતી વ્યવસ્થામાં ધરમુળથી ફેરફાર કરી મુખ્ય મંત્રી વિજયભાઇ ‚પાણી જ્યાંથી પસાર થવાના હોય તે સાઇડ બંધ રાખવી સામેથી સાઇડ પરથી ટ્રાફિકની અવર જવર માટે છુટ આપવામાં આવી હતી. જેના કારણે શહેરના રાહદારીઓએ રાહત અનુભવી હતી.