પંચાસર રોડ પર ઉમા સોસાયટીમા રસ્તા વચ્ચે ઉભેલા થાંભલાને ખસેડવા અનેક રજુઆતો પરંતુ વીજ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહિ
મોરબીના પંચાસર રોડ પર ઉમા સોસાયટીમાં અધવચ્ચે ઉભેલો વીજ થાંભલો હટાવવામાં આળસ કરતું વીજતંત્ર જાણે કોઈ અનિચ્છનિય ઘટના બનવાની રાહ જોઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. અનેક રજુઆતો બાદ પણ વિજતંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
મોરબીના પંચાસર રોડ પર આવેલી ઉમા સોસાયટીમાં રોડ વચ્ચે વીજપોલ નડતરરૂપ રીતે ઉભો છે. સોસાયટીના રહીશોને વાહન ચલાવવામાં મુશ્કેલી સર્જાઈ છે. વધુમા રોડ વચ્ચારે ઉભા આ વીજપોલ થી અનિચ્છનીય બનાવ બનવાની ભીતિ સેવાઇ રહી છે. સ્થાનિકોએ વીજપોલ ખસેડવા માટે પીજીવીસીએલને અનેક રજૂઆતો કરી છે. પરંતુ પીજીવીસીએલ દ્વારા આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. રાજુઆતોનું કોઈ પરિણામ ન મળતા સ્થાનિકો પણ રોષે ભરાયા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com