ચોમાસા પૂર્વે રોડનું સમારકામ કરાવી આપવાની સ્થાનિકોની માંગ
મોરબીના રવાપર -ધૂનડા રોડ પર રવાપર રેસિડેન્સીની સામે બે વર્ષ પહેલા પુલ બનાવવામાં આવ્યો હતો આ પુલ પરના રોડની હાલત અત્યંત બિસ્માર છે. આ રોડ પર કડ બનાવવામાં ન આવતા વાહનચાલકો પર અકસ્માતનું જોખમ ઉભુ થયું છે.
રવાપર રોડ પર રવાપર રેસિડેન્સી ની સામે ના પુલ પરની જે કડ હતી તેમજ રાખી દેવામાં આવી છે. પુલ પાસે સુરક્ષિત દિવાલ પણ કરવામાં આવી નથી ત્યાં બાજુમાં ખાડાઓ પણ આવેલા છે આ રસ્તો સાંકડો બની ગયો છે પૂલથી પાંચસો ફૂટ દૂર રસ્તો બનાવવામાં આવ્યો હતો પરંતુ પુલ સુધી રસ્તો બનાવાયો નથી. ઉપરાંત ડામર રોડ ન હોવાથી કાચા રસ્તાના લીધે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.
ખાસ કરીને રાત્રે આ રોડ પર લાઇટ ન હોવાથી ખાડાઓને કારણે અકસ્માતનો ભય રહે છે સ્થાનિક રહીશોના જણાવ્યા પ્રમાણે પુલ પાસે નો ખાડો જોખમી બની જવાની ભીતિ સેવાઇ રહી છે. ચોમાસા પહેલા જવાબદાર તંત્ર ખાડાને અને પુલ પરની કડને વ્યવસ્થિત નહીં કરે તો ચોમાસામાં પાણીના વહેણને કારણે બદતર પરિસ્થિતિ થઈ જશે. તેથી અકસ્માતના બનાવો બને તે પહેલા વહેલાસર કામગીરી કરવી અનિવાર્ય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com