નેશનલ હાઇવેના પેન્ડિંગ કેસાથેને લઇ સરકારી તિજોરીને રૂા. ૫૦૦૦ કરોડનો ‘ડામ’
દેશનાં યુનિયન મિનીસ્ટર નિતીન ગડકરીએ બેંક, અન્ય એજન્સીઓ, સરકારી કચેરીઓ તથા જયુડીશીયલી વિભાગને પોતાનો ખર્ચ ઘટાડવા માટે તાકીદ કરી છે અને વિકાસનાં કાર્યોમાં ભાગીદાર થવા માટેની હાંકલ પણ કરી છે. આ તકે મંત્રી નિતીન ગડકરીએ જણાવતાં કહ્યું હતું કે, કોર્ટ ઓર્ડર થકી જે રોડ-રસ્તાનાં કામોમાં ડીલે થઈ રહ્યો છે જેનાં કારણે નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ ૫૦૦૦ કરોડ રૂપિયા ચુકવવા પડયા છે જે સરકારને ડામ લાગ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
યુનિયન મિનીસ્ટર નિતીન ગડકરીએ વધુમાં જણાવતાં કહ્યું હતું કે, દેશ ભારતનાં ન્યાયતંત્ર અને ભારતની ન્યાયીક પ્રણાલીનો આદર કરે છે પરંતુ ઘણા ખરા કેસોમાં કોર્ટ તેમનો નિર્ણય આપવામાં ખુબ વાર લગાડે છે. નિર્ણય ન લેવો તે બાધા નથી પરંતુ નિર્ણય લેવા માટેનો જે સમય મર્યાદા દર કેસમાં વધતી જોવા મળે છે તે કયાંકને કયાંક દેશનાં વિકાસને અડચણરૂપ સાબિત થઈ છે. જેનાં કારણોસર દેશનાં વિકાસ માટેનાં જે મુખ્યત્વે પ્રોજેકટો શરૂ થયેલા છે અથવા તો જે શરૂ થવાના છે તે નાણાનાં અભાવે પૂર્ણ નથી થઈ શકતા નહીં કે ચાલુ નથી થઈ શકતા. કોર્ટ તેમનાં નિર્ણયો આપવામાં જો સમયસર કાર્યવાહી કરે તો ઘણાખરા પ્રશ્નોનો અંત આવી જશે.
આ તકે મંત્રી નિતીન ગડકરીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કોર્ટનાં ડિસીઝન સમયસર ન આવતા તેનો બોજ નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયાની એજન્સીઓ ઉપર પડે છે અને કોન્ટ્રાકટરોને વળતર આપવા માટે કરોડો રૂપિયા ચુકવવા પડે છે. કોઈપણ કામ કરતી એજન્સી માટે સમય મર્યાદા ખુબ જ જરૂરી હોય છે ભલે પછી તે પ્રોજેકટ એજન્સી સ્વીકારે કે પછી તેનો અસ્વિકાર કરે. આ તકે તેઓએ ચારધામ પ્રોજેકટનાં કલીયરન્સ અંગે જણાવતાં કહ્યું હતું કે, કોઈપણ યોગ્ય નિર્ણય ન આવતા સરકારને આર્થિક બોજાનો સામનો કરવો પડયો છે. તદઉપરાંત સરકારની સાથોસાથ વ્યકિતઓએ પણ ઘણુ ખરુ સહન કરવું પડયું છે. કોન્ટ્રાકટરોને નિર્ણય વહેલો ન આવતા જે વળતર ચુકવવામાં આવે છે તે લોકોનાં ટેકસની આવકમાંથી ચુકવાય છે. જેથી ભારતની જો ન્યાય પ્રણાલી અને દેશનું ન્યાયતંત્ર આ દિશામાં યોગ્ય કાર્યવાહી કરે તો સરકારને તેની માઠી અસર નહીં પહોંચે. નાણામંત્રાલય અને નાણામંત્રી દ્વારા જે બજેટ રજુ કરવામાં આવ્યું તેમાં નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા માટે ૭૫ હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે જો દેશની ન્યાય પ્રણાલી સુધરી પેન્ડીંગ કેસાથે વહેલાસર પૂર્ણ કરવામાં આવે તો સરકારને જે અતિરેક ડામ આવી રહ્યો છે તે નહીં આવે.