રાજયનાં શહેરી વિસ્તારોમાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે થયેલા જીવલેણ માર્ગ અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક ૧૯ ટકાનો વધારો
વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતમાં માર્ગ સુરક્ષા માટે સતત જાગૃતિ, સામાજીક શિક્ષણ, વાહન વ્યવહારનાં આકરા નિયમો અને સલામતીનાં માપદંડની કવાયત છતાં પણ દેશમાં જીવલેણ અકસ્માતોનું પ્રમાણ ગામડા કરતા શહેરી વિસ્તારોમાં ૧૯ ટકરા વધુ હોવાનાં આંકડાઓ બહાર આવ્યા છે. વર્ષ ૨૦૧૮નાં નવેમ્બર મહિના સુધીમાં શહેરી વિસ્તારમાં જીવલેણ અકસ્માતોની સંખ્યામાં ગયા વર્ષની સરખામણીમાં ૧૯ ટકા જેટલો વધારો નોંધાયો છે. આ વર્ષે શહેરી વિસ્તારોમાં જીવલેણ અકસ્માતોની ૬૨ ઘટનામાં ૩૭૮ લોકોનાં મૃત્યુ નિપજયા હતા.
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં મોટર સાયકલ પર બીઆરટીએસ દ્વારા બે સગા ભાઈઓનાં બસની હડફેટે આવતા સર્જાયેલા અકસ્માત બાદ બંને ભાઈઓનાં મૃત્યુ થયા હતા. આ મામલે અમદાવાદ કોર્પોરેશને કરેલી પત્રકાર પરીષદમાં આ આંકડા જાહેર થયા હતા. બીઆરટીએસ બસ હડફેટે મૃત્યુ પામેલા બંને ભાઈઓએ હેલ્મેટ પહેર્યા હતા. અમદાવાદ ટ્રાફિક અધિકારીએ જણાવ્યું હતું કે, આ વર્ષનું પ્રથમ અગિયાર મહિનામાં શહેરમાં થયેલા અકસ્માતોમાં ૩૭૮ મોત નિપજયા હતા. આ વર્ષે જીવલેણ અકસ્માતોનું પ્રમાણ છેલ્લા પાંચ વર્ષની તુલતામાં સૌથી વધુ રહેવા પામ્યું છે. અમદાવાદ શહેરી વિસ્તારમાં જીવલેણ અકસ્માતોનું પ્રમાણ ૩૧.૭૧ ટકા કે જે ૨૦૧૬માં ૨૪ ટકાથી ઘણુ વધારે છે. નવેમ્બર-૨૦૧૯ સુધીમાં ૩૭૮ વ્યકિતઓનાં અકસ્માતમાં મૃત્યુ થઈ ચુકયા છે. ૨૦૧૮માં આ આંકડો ૩૧૬ હતો અને ૨૦૧૭માં ૩૩૫ હતો. સતાવાળાઓએ જણાવ્યું હતું કે, આ વર્ષે જીવલેણ અકસ્માતોની ઘટનામાં ૨૦૧૮ની તુલનાએ ૫૦ ટકાનો વધારો નોંધાયો હતો. ૨૦૧૮માં આ પ્રમાણ ૧૯.૯૪ હતો જે વધીને આ મહિના સુધીમાં ૩૧.૭૧ ટકા સુધી પહોંચ્યો છે.
કેન્દ્રીય મંત્રાલય દ્વારા જારી કરેલા આંકડામાં રાજકોટ શહેરમાં ૨૦૧૮માં સૌથી વધુ અકસ્માતો નોંધાયા હતા ત્યારબાદ અમદાવાદ, વડોદરા અને સુરતમાં અકસ્માતો નોંધાયા હતા. રાજકોટમાં જીવલેણ અકસ્માતોનું પ્રમાણ ૩૫ ટકા ત્યારબાદ સુરત ૩૦ ટકા જેટલા જીવલેણ અકસ્માતો થયા હતા. રાજયમાં ૫૬૮ અકસ્માતોનાં બનાવ અને રાજકોટમાં જ ૨૦૧૮માં ૨૦૨ મૃત્યુ નિપજયા હતા જે ૨૦૧૭નાં ૬૧૭ ઘટનાઓ અને ૧૬૧ મૃત્યુથી વધુ હતું. ૨૦૧૮નાં વર્ષમાં અમદાવાદમાં ૨૦૧૭ની સરખામણીમાં ૨૨ વધુ કેસ નોંધાયા હતા પરંતુ મૃત્યુની ઘટના ઘટીને ૧૯ નોંધાઈ હતી. સરકારી આંકડા મુજબ ૨૦૧૭ની સરખામણીમાં અકસ્માતોનું પ્રમાણ ૧૧ ટકા ઘટયું છે અને મૃત્યુનું પ્રમાણ ૨૨ ટકા ઓછું થયું હતું. શહેરમાં દર ૧૦૦ અકસ્માતોનાં બનાવોમાં ૨૫ મૃત્યુનાં પ્રમાણમાં ૨૦૧૬ની સરખામણીએ ૨૦૧૭માં ૨૧ ટકા અને ૨૦૧૮માં ૨૦ ટકાનો ઘટાડો થયો હતો.