રોડ પરના ગાબડા વાહન ચાલકો માટે અતિ જોખમી: તંત્ર કયારે જાગશે
મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજની તારીખે અમુક એવા ગ્રામ્ય વિસ્તારો છે જ્યાં ઇમરજન્સી ૧૦૮ જેવી એમ્બુલન્સ ને પસાર થવું પણ ઘણું કઠિન હોય છે ત્યારે વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ને જોડતો મોરબી થી થાન અને વાંકાનેર થી થાન જે માર્ગ ઉપરથી સતત રાત-દિવસ વાહનોનું અવરજવર રહે છે તેવા માર્ગમાં સતત દાબડા પડી ગયેલ હોય જેથી એ માર્ગને મરામતની તાતી જરૂર છે કારણકે મોટાભાગના વાહનો થાન અને ચોટીલા સહિતના અમદાવાદ વિગેરે માટે આ રોડ નજીક થતો હોય જેથી કચ્છ અને મોરબી સહિત કચ્છ તરફ નો અવરજવર માટે આ માર્ગ મહત્વનો બન્યો હોય તેવા સમયે વિકાસની વાતો કરનાર આપણા નેતાઓને સરકાર આ રોડ ઉપર પાકો કરી હજારો વાહનો ને પસાર થવા વખતે પરેશાની વેઠવી પડે તાજેતરમાં જ નેશનલ હાઈવે રોડ ઉપર નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા અકસ્માત માર્ગદર્શન અને રોડ સેફ્ટી ના કેમ્પ યોજી વાહનચાલકોને માર્ગદર્શન આપવામાં આવે છે ત્યારે આવા માર્ગોની મરામત કરી ખરા અર્થમાં અકસ્માત થતા અટકાવવાની તકેદારી રાખવી જોઈએ તે ભૂલવું ન જોઇએ કારણ કે હાલ વાંકાનેર થી થાન તરફનો માર્ગ જે પસાર થાય છે તેની આસપાસ અન્ય ગ્રામ્ય વિસ્તારો આવેલા છે જેમકે હસનપર- ધમલપર સહિતના વિગેરે ગામ્ય વિસ્તાર નજીક થતા હોય તેવા આ માર્ગની મરામત કરવી જરૂરી બની છે ત્યારે નોંધનીય છે કે કરોડોના ખર્ચે રોડ-રસ્તા બની રહ્યા છે જેમાં મોટાભાગે ભષ્ટાચાર ની પોલ ભૂલી હોય તેમ મોરબી શહેર જિલ્લાના વિસ્તારોમાં ગાબડા ધારી માર્ગોની મરામત કરી ખરા અર્થ વિકાસ કરવો જોઈએ તે આજના સમયની લાગણી અને માંગણી ઉઠવા પામી છે સમગ્ર રોડ પર પડેલા ગાબડા થી હાલ વાહનોને પસાર થવું ભારે જોખમી બન્યું છે જે ગાબડા ધારી માર્ગોમાં પડેલા ગાબડા ની તસ્વીરો તંત્રની પોલ ખોલી કરે છે તસવીર માં નજરે પડે છે