માર્ગ અકસ્માતોમાં થતા મૃત્યુમાં ઉત્તર પ્રદેશ બાદ ગુજરાત બીજા નંબરે

વિકાસની પાંખો પર ઉડતા આપણા દેશ ભારતમાં દર વર્ષે રોડની સુવિધાઓ શ્રેષ્ઠ થતી જાય છે. જેના કારણે અકસ્માતોનું પ્રમાણ ઘટયું છે. પરંતુ સરકાર દ્વારા અપાતી સુવિધાઓનો ગેરલાભ ઉઠાવવામાં ભારતીયો હંમેશ આગળ હોય છે. તેમ દેશમાં સારા બની રહેલા રસ્તાઓ પર વાહન ચાલકો ઓવરસ્પીડે વાહનો ચલાવવા લાગ્યા છે. જેના કારણે જયારે અકસ્માતો થાય છે. તેમાં ઓવરસ્પીડના કારણે મૃત્યુ દરમાં વધારો થવા લાગ્યો છે.

ગતવર્ષે દેશમાં થયેલા માર્ગ અકસ્માતોમાં ૧,૪૯ લાખ લોકોના મૃત્યુ થવા પામ્યા હતા. જેમાં સૌથી વધુ અકસ્માતના મોત ઉત્તરપ્રદેશમાં થયા હતા ઉત્તરપ્રદેશમાં ૨૦૧૭ની સરખામણીમાં આ વર્ષે ૨૯૦૦ વધુ મોત નિપજયા હતા. તામિલનાડુમાં ૨૫% દક્ષિણ રાજયમાં ૩૯૪૧ મૃત્યુ નોંધાયા હતા. ૨૦૧૭ની સ્થિતિમાં જીવલેણ અકસ્માતોની સંખ્યામાં ૩%નો વધારો થયો હતો. ૨૦૧૬માં આ અકસ્મીક મૃત્યુનો આકડો ૧.૪૮ લાખથી વધીને ૧.૫૧ લાખ સુધી વધ્યો છે. ઉત્તરપ્રદેશમાં છ વર્ષમાં જીવલેણા અકસ્માતોમાં ૨૨,૨૫૬ મૃત્યુ નોંધાયા છે. અલબત તામિલનાડુ એકમાત્ર રાજય એવું છે કે જે માર્ગ અકસ્માતોની સંખ્યા અને મૃત્યુઆંક ઘટાડવામાં સફળ રહ્યું છે. તામિલનાડુમાં ૨૦૧૩ના ૧૫૫૬૩ના મૃત્યુઆંક સામે આ વખતે ૧૨૨૧૬ ઉપર યમદેવને રોકી લેવામાં આવ્યા હોય તેમ મૃત્યાંક સફળતા મળી છે.

ગુજરાતમાં મૃત્યુદર બીજો ક્રમે રહ્યો છે. મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ, છત્તીસગઢ સહિતના ૧૩ રાજયો, આંધ્રપ્રદેશ, પ.બંગાળ, રાજસ્થાન અને ગોવામાં દર વર્ષે વાહન અકસ્માતોમાં મૃત્યુ દર વધી રહ્યો છે. દેશના તમામ રાજયોએ તામિલનાડુ પાસેથી પાઠ ભણવાની જરૂર છે તામિલનાડુ સરકારે માર્ગ અકસ્માતોમાં મૃત્યુ નિવારવા માટે અકસ્માત બાદ તુરત જ તાત્કાલીક સારવાર અને માર્ગ સલામતી માટે સામાજીક જાગૃતીની વિશિષ્ટ વ્યવસ્થા ગોઠવવામા આવી છે.

તામિલનાડુ રાજયના પોલીસ વડા દ્વારા રાજયનાં તમામ જીલ્લામાં એસ.પી. કક્ષાના મોડલ અધિકારીઓની નિમણુંક કરી અકસ્માતોનાં નિવારણ માટે સતત લોક જાગૃતિ અને અકસ્માત થાય ત્યારે બચાવ રાહત કામગીરીની વ્યવસ્થા ઘવાયેલાઓને તાત્કાલીક સારવાર માટેની ગવડ અને માર્ગ સુરક્ષા માટેના કંટ્રોલ રૂમના સતત સુધારો કરવામાં આવી રહ્યો છે.

તામિલનાડુના જીપીટી કૃષ્ણ પ્રસાદે જણાવ્યું હતુ કે જીવલેણ અકસ્માતોની સંખ્યા અને માનવ મૃત્યુદર ઘટાડવા માટે પ્રથમતો અકસ્માતોનું કારણ સમજવું જોઈએ અકસ્માત સર્જાયા બાદ બચાવ કામગીરીમાં આગળ આવનાર લોકોને કોઈ પરેશાની ન થાય તેવું વાતાવરણક ઉભુ કરવું જોઈએ તામિલનાડુમાં અકસ્માતે સર્જાયા બાદ ઘવાયેલાઓની સારવાર માટેની સઘન વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

દેશમાં જીવલેણ અકસ્માતોના વધતા જતાં આંકડામાં કમનસીબીએ ઉત્તર પ્રદેશ પછી ગુજરાતનો નંબર આવે છે. ગુજરાતમાં ટીનેઝર ડ્રાઈવરો દારૂનું સેવન અને ટ્રાફીકના નિયમના અવગણી જેવા પરિબળો અકાળે મોત માટે જવાબદાર ગણાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.