હજારો વાહન ચાલકોના કિલોમીટર વધારનાર ડીવાઇડર મુકવા અંગે જવાબદારીની ફેકા ફેંકી

સુવિધા કયારેય દુવિધા પણ બની જાય કાલાવડ રોડ પર આવેલ સ્વામીનારાયણ મંદિર સામે રોડ ડીવાઇડરની આડસ ટ્રાફીક માં સવલત વધારવાના બદલે હજારો વાહન ચાલકો માટે બોજારૂપ બનીગયો છે. ‘અબતક’ની મુલાકાતે આવેલ કૃષ્ણદત રાવલ, સંજયભાઇ લાખાણી, દેવેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે કાલાવડ રોડ પર સ્વામીનારાયણ મંદિર સામે પ્રેમવતિ રેસ્ટોરેન્ટ સામે ડીવાઇડર મુકી દેવાતા વાહન ચાલકોને મોટુ ચકકર કાપવો પડે છે.

આ ડીવાઇડર અંગે સત્તાવાળાઓને રજુઆત કરતા ડીવાઇડર ધર્મ સ્થળના સંચાલકો દ્વારા મુકાવ્યાનો જવાબ મળતા આગેવાનો એ સ્વામીનારાયણ મંદિરના સંતો સાથે આ અંગે ચર્ચા કરતા પ્રતિનિધિ ઘનશ્યામસિંહ ઝાલા એ જણાવ્યું હતું કે ડીવાઇડર લોકોને નડે જ છે પણ મંદિરના હજારો મુલાકાતઓ માટે પણ મુશ્કેલી સર્જે છે. આ ડીવાઇડર હટવું જ જોઇએ. આ ડીવાઇડર કોણે મુકાવ્યું જે અંગે કોઇ જવાબદારી લેવા તૈયાર નથી. તંત્રના અધિકારીઓ પાસે કોઇ જવાબ નથી ત્યારે આ ડીવાઇડર તાકીદે દુર થવું જોઇએ તેવી લોકોને માંગને તંત્રને ઘ્યાને કાલાવડ સ્વામીનારાય મંદિર નજીકના ડીવાઇડર દુર કરવો જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.