બિન પરંપરાગત ઉર્જા શ્રોતને વધુ વિકસિત કરવામાં આવશે !!!
દેશની અર્થવ્યવસ્થા ઝડપભેર વિકસિત કરવા માટે સરકાર કમર ઘસી રહી છે અને દરેક ક્ષેત્રને વિકસિત કરવા માટે પણ કાર્ય કરી રહ્યું છે. ત્યારે જે સમયે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત થશે તે સમય દેશ માટે ખૂબ મહત્વપૂર્ણ અને ઉપયોગી નિવડશે. જે માટે સરકાર રોડ નિર્માણ અને બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત ને વિકસિત કરવા માટે કાર્ય કરી રહ્યું છે. હાલના તબક્કે પ્રતિવર્ષ 10,000 કિમિના રોડ નિર્માણનું કાર્ય શક્ય બને છે જેને વધારી પ્રતિવર્ષ 13,000 કિલોમીટરના રોડ બને એટલે કે 33 ટકાનો વધારો થાય તે દિશામાં સરકાર કાર્ય હાથ ધરશે. કાર્ય માટે સરકારે આવનારા બે વર્ષનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે અને આ દરેક પ્રોજેક્ટને વહેલાસર પૂર્ણ કરવા માટે પણ કાર્ય હાથ ધરાશે. જે માટે સરકારે ઈક્વિટી અને એસેટ મોનિટાઈઝેશન મારફતે 75 થી 80,000 કરોડ રૂપિયા બજારમાંથી લેવામાં આવ્યા છે જે રકમ બિન પરંપરાગત ઊર્જાના સ્ત્રોત અને રોડ નિર્માણના કાર્યો માટે ઉપયોગમાં લેવાશે. ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર નું નિર્માણ ખૂબ સહજતાથી થઈ રહ્યું છે કારણ કે વિવિધ કંપનીઓ ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરવા માટે રોકાણ કરી રહી છે. સરકારનો મુખ્ય હેતુ એ જ છે કે વધુને વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત થાય અને દેશની અર્થવ્યવસ્થા ઝડપભેર શુદ્રઢ બને.
દરેક ક્ષેત્રમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રાધાન્ય આપી રહ્યું છે ત્યારે જે ક્ષેત્ર ઇન્ફ્રાસ્ટ્રકચર થી સુસજ્જ અથવા તો તેને અપગ્રેડ કરવામાં આવશે તે ક્ષેત્ર દેશ નિર્માણ અને દેશની અર્થવ્યવસ્થાને વિકસિત કરવા માટે અત્યંત ઉપયોગી નિવડશે.