રાજકોટ-મોરબી હાઈવે પર એક ગોઝારો અકસ્માત થયો છે જેમા ત્રણ વ્યક્તિના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુંસાર રાજકોટ- મોરબી હાઈવે પર હરબટીયાળી નજીક ઈકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો છે જેમા બાઈક સવાર બન્ને યુવકોના મોત થયા છે અને એક ઈકોમાં સવાર યુવકનું મોત નિપજ્યું છે. આ અકસ્માતમાં ઈકો કારમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલીક 108 મારફતે ટંકારાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
રાજકોટ મોરબી હાઈવે પર કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત
Previous Articleદિવાળી વેકેશન માટે પેકિંગમાં રાખો આવા ફેશનેબલ કપડાં…
Next Article ભાઈબીજ: બહેનના ઘરે જઈ ભાઈ ઉજવતો રૂડો અવસર