જકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો, ધાસચારો/ફૂલ વગેરે જપ્ત કરવાની તેમજ વહીવટી ચાર્જે વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. મંડપ-બેનર-છાજલી કમાનનું ભાડું તથા જુદા જુદા હોકર્સ ઝોનમાંથી પણ જપ્ત કરવાની કામગીરી કરાવામાં આવી હતી.

રસ્તા પર નડતર ૫૩ રેંકડી-કેબીનો હનુમાન મઢી, રૈયા ચોક, જંકશન પ્લોટ મેઈન રોડ, જયુબેલી વન વે, આઈ.પી. મિશન સ્કુલ પાસે, નાનામવા શનિવારી બજાર, બાપા સીતારામ ચોક, મવડી મેઈન રોડ, રામાપીર ચોકડી થી રૈયા ધાર રોડ, પરા બજાર, હોસ્પિટલ ચોક, ઢેબર રોડ, કેનાલ રોડ, વિદ્યાનગર મેઈન રોડ, જામનગર રોડ, ચુનારાવાડ રોડ અને મોરબી જકાત નાકા પાસે વિગેરે જગ્યાએથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી ૧૬ અન્ય પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે સિલ્વર ગોલ્ડન રેસીડેન્સી, હોસ્પિટલ ચોક, હોસ્પિટલ ગેટ અને પાચડી ચોક વિગેરે જગ્યા પરથી જપ્ત કરવામાં આવી હતી.

૮૮૭ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને રૈયા રોડ, પુષ્કરધામ મેઈન રોડ, બાપાસીતારામ ચોક, જંકશન મેઈન રોડ, જયુબેલી, અંધજન આશ્રમ પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, પારેવડી ચોક પાસેથી ૨૦ કી.ગ્રા. ધાસચારો અને ફૂલ જપ્ત કરવામાં આવ્યા હતા. તેમજ રૂ/-૩,૪૫,૧૦૫/- વહીવટી ચાર્જ વિદ્યાનગર મેઈન રોડ, આઈ.પી. મિશન સ્કુલ, જામનગર રોડ, રૈયા રોડ, રેસકોર્ષ, કેશરી પુલ, મવડી રોડ, ગોંડલ રોડ, ગાંધીગ્રામ, ઢેબર રોડ, ભક્તિનગર સર્કલ, કાલાવડ રોડ, કુવાડવા રોડ, એસ્ટ્રોન નાલા, યુનિ. રોડ, ભાવનગર રોડ, પ્રેમ મંદિર,પુષ્કર ધામ મેઈન રોડ, બાપાસીતારામ ચોક વિગેરે જગ્યા પરથી વસુલ કરવામાં આવ્યો હતો.

શહેરમાં વાપરતા મંડપ-બેનરો-છાજલી કમાનનું ભાડું ૮૪,૪૦૦/- મેળવેલ છે. શહેરના અલગ અલગ ૩૮ હોકર્સ ઝોન ભક્તિનગર, લક્ષમીનગર, એસ્ટ્રોન, મોરબી રોડ, પેડક રોડ, ગોવિંદ બાગ, દેવપરા શાક માર્કેટ, પ્રેમ મંદિર, પુષ્કર ધામ, બાપાસીતારામ, મવડી, હેમુ ગઢવી, માલવિયા ચોક, ધરાર માર્કેટ, જયુબેલી અને અટલ બિહારી ઓડીટોરીયમ માંથી જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.