૧૦૦ % ઓરી રૂબેલાના રસીકરણ લક્ષ્યાંક માટે ધાર્મિક અગ્રણીઓની મીટીંગ
ગેર માન્યતાને કારણે ઓરી રૂબેલાની ઓછી કામગીરી વિસ્તારમાં MR ના લોકલ ધાર્મિક અગ્રણીઓની હાજરીમાં કેમ્પ
ગુજરાત રાજ્યમાં ૧૬ જુલાઈથી શરૂ થયેલ ઓરી રૂબેલા રસીકરણ અભિયાનનું રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં સુરક્ષિત અને સુવ્યવસ્થિત અમલીકરણ દ્વારા ત્રણ (૩) લાખ બાળકોને રસીકરણ કરવામાં આવેલ છે. ૨૦૨૦ સુધીમાં રાજકોટને ઓરી મુક્ત કરવા તથા રૂબેલાથી નિયંત્રિત કરવા ઓરી અને રુબેલાની સઘન કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટ શહેરના ૯ માસથી ૧૫ વર્ષના તમામ બાળકોને ૧૬ સપ્ટેમ્બર સુધીમાં ૧૦૦ % ઓરી રૂબેલાનું રસીકરણ કરવા રાજકોટ શહેરી વિસ્તારમાં ગેરમાન્યતા તથા જાગૃતિના અભાવે બાકી રહેલ જુદા જુદા ધાર્મિક સમુદાયના બાળકોનું ૧૦૦% રસીકરણ કરવા મંગળવાર તા. ૦૪/૦૯/૨૦૧૮ ના રોજ ધાર્મિક અગ્રણીઓ, ધર્મગુરૂઓની મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. આ મીટીંગ ડે. કમિશનર જાડેજા સાહેબ તથા શ્રી ગણાત્રા સાહેબની અધ્યક્ષતામાં કરવામાં આવેલ. જેમાં ૩૧ ધાર્મિક અગ્રણીઓ, ધર્મગુરૂઓહાજર રહેલ.
દરેક ધાર્મિક સંસ્થાઓ, અગ્રણીઓએ રાજકોટને ઓરી રૂબેલા મુકત કરવા રસીકરણમાં સમાજ વતી સાથ આપવા કટીબદ્ધ થયેલ હતા. દરેક ધાર્મિક અગ્રણીઓના વિસ્તારમાં ઓરી / રૂબેલા રસીકરણ માટે બાકી રહેલ બાળકોને રસીકરણમાં સહકાર આપવા હકારાત્મક પ્રતિભાવ દાખવેલ હતું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાકી જણાય તેવા વિસ્તારોમાં ધાર્મિક અગ્રણીઓની હાજરીમાં ઓરી / રૂબેલા રસીકરણના કેમ્પનું આયોજન કરવામાં આવશે.
ધર્મગુરુ/ધર્મ અગ્રણીશ્રીનું નામ | હોદ્દો | સંસ્થા |
હબીબીભાઈ ગનીભાઈ કટારીયા | ટ્રસ્ટી | સદર જુમ્મા મસ્જીદ |
હાજી અલ્તાફહુસેન કાસદીયા | ટ્રસ્ટી | હવા મસ્જીદ |
સૈયદ એજાજબાપુ બુખારી | ટ્રસ્ટી | નહેરુનગર રઝા મસ્જીદ |
સોયેબ ખોખર | ટ્રસ્ટી | માઉન્ટેન પોલીસલાઈન મસ્જીદ |
ફારુક બાવાણી | ટ્રસ્ટી | નગીના મસ્જીદ |
બાબુભાઈ યુસુફભાઈ | પ્રમુખ | મસ્જીદે અંકુર સોસાયટી |
સલીમભાઈ અલારખાભાઈ | પ્રમુખ | મરીના મદ્રેસા એ ગુલઝાર |
જુમાભાઇ સાનીયા | પ્રમુખ | ગુલઝારે મુસ્તફા |
વસીરભાઈ સમા | પ્રમુખ | મસ્જીદે શેરબાનું |
હાજી ગફારભાઈ ઈશાભાઈ કરગથરા | પ્રમુખ | જીલ્લાની મસ્જીદ |
ધર્મગુરુ/ધર્મ અગ્રણીશ્રીનું નામ | હોદ્દો | સંસ્થા |
હાજી સુલતાનભાઈ | પ્રમુખ | ઝુલેખા નુર મસ્જીદ |
મહમદભાઈ હાસમભાઈ | પ્રમુખ | રસુલપરા |
હાજી વરકસાબાપુ કાદરી | પ્રમુખ | રામનાથપરા |
ફારૂકભાઈ મુસાણી | પ્રમુખ | નવાબ મસ્જીદ |
સૈયદ અહેમદઅલી કાદરી | પ્રમુખ | ઢેબર કોલોની |
મોટાણી ઓસમાણભાઈ | પ્રમુખ | બજરંગવાડી મસ્જીદ |
સલીમભાઈ મેમણ | પ્રમુખ | રેલનગર |
મૌલાના હાજી અકરમબાપુ | મૌલાના | સદર જુમ્મા મસ્જીદ |
દિલ મોહમદ | મૌલાના | હવા મસ્જીદ |
મહમદઅલી મુગલ | મૌલાના | મસ્જીદે અંકુર સોસાયટી |
સૈયદ મહેબુબબાપુ કાદરી | સામાજીક કાર્યકર | નહેરુનગર રઝા મસ્જીદ |
ડો. મુસ્તાકભાઈ કાદરી | સામાજીક કાર્યકર | જંગલેશ્વર |
ડો. અબ્દુલભાઈ બેલીમ | સામાજીક કાર્યકર | નવયુગપરા |
અલ્તાફભાઈ ચીચોદરા | સામાજીક કાર્યકર | નૂરે મહંમદી |
તોસીફ્ભાઈ રજાન | સામાજીક કાર્યકર | ઝુલેખા નુર મસ્જીદ |
જાકીરભાઈ મુસાણી | સામાજીક કાર્યકર | નવાબ મસ્જીદ |
નુરૂખાન અનવરખાન પઠાણ | સામાજીક કાર્યકર | જીલ્લા ગાર્ડન |
રફીકભાઈ બેલીમ | સામાજીક કાર્યકર | જીલ્લા ગાર્ડન |
શાહબાજ કાજી | સામાજીક કાર્યકર | રામનાથપરા |
હસુભાઈ છાટબાર | સામાજીક કાર્યકર | કુબલીયાપરા |
સલીમભાઈ મકરાણી | સામાજીક કાર્યકર | નાના મવા |