રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નરશ્રી બંછાનિધી પાની ધ્વારા શહેરના ૪૮ રાજમાર્ગો તથા બાગબગીચાઓ તથા તમામ સરકારી કચેરીઓમાં પાણીના પાઉચના વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ મુકવા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.

IMG 20180605 094516 આ જાહેરનામાના અમલ અર્થે આજ રોજ વિશ્વ પર્યાવરણ દિન નિમિતે તા. ૦૫-૦૬-૨૦૧૮ નાં રોજ પુર્વ-ઝોનનાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પુર્વ-ઝોનમાં આવેલ રાજમાર્ગો જેવા કે કુવાડવા રોડ, પેડક રોડ, સંતકબીર રોડ, ગોંવિંદબાગ મે. રોડ. કોઠારીયા રોડ વગેરે પર પાણીના પાઉચ જપ્ત કરવાની ઝુંબેશ કરવામાં આવેલ છે. જેની વિગતો નીચે મુજબ છે.

IMG 20180605 WA0068

ક્રમ નં. રોડનું નામ જપ્ત કરેલ પાણીના પાઉચની સંખ્યા વસુલેલ વહીવટી ચાર્જ જપ્ત કરેલ પ્લાસ્ટીક (કિ.ગ્રા.)
કુવાડવા રોડ ૨૫૦૦ ૪૨૦૦/- ૩.૫
ગોવીંદબાગ મે. રોડ ૫૫૦ ૫૦૦/- ૧.૦
પેડક રોડ ૯૫૦ ૨૦૦/- ૧.૦
સંતકબીર રોડ ૧૩૫૦ ૭૦૦/- ૨.૦
કોઠારીયા રોડ ૧૫૦
કુલ ૫૫૦૦ ૫૬૦૦/- ૭.૫

 

IMG 20180605 WA0071ઉક્ત કામગીરી કમિશ્નરશ્રીની સુચના મુજબ પુર્વ ઝોનના નાયબ કમિશ્નરશ્રી સી. બી. ગણાત્રાના માર્ગદર્શન હેઠળ પુર્વ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયબ પર્યાવરણ ઈજનેરશ્રી પ્રજેશ સોલંકી, મદદનીશ પર્યાવરણ ઇજનેર વિલાસબેન ચિકાણી તથા વોર્ડના એસ. આઈ. શ્રી આર.યુ. રાવલ, શ્રી ડી. કે. સીંધવ, શ્રી એન. એમ. જાદવ, શ્રી પ્રફુલ ત્રિવેદી, શ્રી એમ. એ. વસાવા તથા વોર્ડના એસ. એસ. આઈ. શ્રી પ્રભાત બાલાસરા, શ્રી એચ. એન. ગોહેલ, શ્રી જીગ્નેશ વોરા, શ્રી પ્રતિક રાણાવસિયા, શ્રી પ્રશાંત વ્યાસ, શ્રી આર. જે. પરમાર તથા શ્રી જય ચૌહાણ તથા શ્રી એ. એફ. પઠાણ ધ્વારા કરવામાં આવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.