રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય સમિતિ તથા ભાજપ મહિલા મોરચો, રાજકોટ દ્વારા મુખ્યમંત્રી અમૃતમ “માં વાત્સલ્ય કેમ્પ” યોજવામાં આવ્યો.-આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી જયમીન ઠાકર
આ કેમ્પમાં ૯૦ પરિવારોને સ્થળ પર જ “માં” કાર્ડ કાઢી આપવામાં આવ્યા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં છેવાડાના માનવીને આરોગ્ય સેવા પૂરી પડવાના ઉદેશથી જરૂરતમંદ શહેરીજનો માટે તા. ૨૪/૦૬/૧૮ ના રોજ શાળા નં. ૧૫,રણછોડનગર સોસાયટી-૧૦,ધકાણ હોસ્પિટલ સામેનો રોડ,રાજકોટ ખાતે મુખ્યમંત્રી અમૃતમ “માં” વાત્સલ્ય કેમ્પ યોજવામાં આવેલ.
આ કેમ્પમાં વિવિધ વિસ્તારના ૯૦ પરિવારોને સ્થળ પર જ કાર્ડ કાઢી આપવામાં આવેલ.
આ કેમ્પનું ઉદઘાટન શ્રી અરવિંદભાઈ રૈયાણી– ધારાસભ્યશ્રી,રાજકોટ શહેરનાં વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાવવામાં આવેલ. તેમજ કાર્યક્રમની અધ્યક્ષતામાં શ્રી બીનાબેન આચાર્ય – મેયરશ્રી,રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હાજર રહેલ. તેમજ આ કેમ્પમાં માન. મેયરશ્રી બીનાબેન આચાર્યતથા આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી જયમીન ઠાકર દ્વારા મુખ્યમંત્રી અમૃતમ “માં” કાર્ડ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ.
આ કેમ્પમાં પ્રેરણાદાયી ઉપસ્થિત તરીકે શ્રી કમલેશભાઈ મીરાણી – પ્રમુખશ્રી,રાજકોટ શહેર ભા.જ.પ., શ્રી અશ્વિનભાઈ મોલીયા (ડે. મેયર, રાજકોટ મ્યુ. કો.), શ્રી ઉદયભાઈ કાનગડ (સ્ટે. કમીટી ચેરમેન,રાજકોટ મ્યુ. કો.), શ્રી દલસુખભાઈ જાગાણી (નેતાશ્રી, શાસક પક્ષ, રાજકોટ મ્યુ.કો.), શ્રી અજયભાઈ પરમાર (દંડકશ્રી રાજકોટ મ્યુ. કો. ખાસ હાજર રહેલ.
તેમજ આ કેમ્પમાં મુખ્ય મહેમાનશ્રીઓ શ્રી અનિલભાઈ રાઠોડ– કોર્પોરેટરશ્રી વોર્ડ નં.-૫,શ્રીમતીદક્ષાબેન ભોરણીયા– કોર્પોરેટરશ્રી વોર્ડ નં.-૫, શ્રીમતીપ્રીતીબેન પનારા– કોર્પોરેટરશ્રી વોર્ડ નં.-૫, શ્રી કિશોરભાઈ રાઠોડ–રાજકોટ શહેર મહામંત્રી, ભા.જ.પ., શ્રીમતી કલ્પનાબેન કિયાડા – રાજકોટ શહેર સંગઠન મંત્રી, ભા.જ.પ., શ્રી બાબુભાઈ ઉધરેજા – પ્રભારીશ્રી, વોર્ડ નં. – ૫, શ્રી દિલીપભાઈ લુલાણીયા – પ્રમુખશ્રી, વોર્ડ નં. – ૫, શ્રી પ્રભાતભાઈ કુગશિયા – મહામંત્રીશ્રી, વોર્ડ નં. – ૫, શ્રી મુકેશભાઈ ઘનોસોતા – મહામંત્રીશ્રી, વોર્ડ નં. – ૫, શ્રીમતી રસીલાબેન સાકરીયા – ઉપપ્રમુખશ્રી, રાજકોટ શહેર મહિલા મોરચો, ભા.જ.પ. હાજર રહેલ.