ચેવડો, સેવ, ગાંઠીયા, પાણીપૂરીની પૂરી, ચકરી અને પોટેટો સ્ટીકના નમૂના લેવાયા

છાંપાની પસ્તીમાં ફરસાણ બાંધવા પર પ્રતિબંધ હોવા છતાં ફરસાણના વેપારીઓ દ્વારા આ જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવે છે. શ્રાવણ માસનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ફરસાણનો ઉપયોગ વધશે. આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ૧૧ સ્થળોએથી ફરસાણના નમુના લેવામાં આવ્યા હતા.

આ અંગે વધુ માહિતી આપતા નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, કેનાલ રોડ પર સીતારામ ડેરીમાંથી લૂઝ પૈવાનો ચેવડો, જયરાજ પ્લોટ શેરી નં.૬માં અમૃત મિલ્ક એન્ડ સેન્ડવીચમાંથી લુઝ તિખી સેવ, ગાંધીગ્રામમાં રાજશક્તિ ફરસાણ એન્ડ સ્વીટમાંથી લૂઝ તિખી સેવ, રવિ ફરસાણમાંથી લુઝ તિખા ગાંઠીયા, એસ.કે.ચોકમાં જય જલારામ ફરસાણમાંથી લુઝ સેવ, રૈયાધાર સ્લમ સ્વાર્ટરમાં આગરેવાલેકા આરતી ગૃહ ઉદ્યોગમાંથી આરતી બ્રાન્ડ પાણીપૂરીની પૂરી, વાવડી ગામ નજીક ધવલ ગૃહ ઉદ્યોગમાંથી તિખા ગાંઠીયા, ૧૫૦ ફૂટ રીંગ રોડ પરથી શ્યામ ગૃહ ઉદ્યોગમાંથી ફરાડી ચેવડો, પેડક રોડ પર શ્રીનાથજી માર્ટમાંથી લસણીયા તિખા ગાંઠીયા, જલારામ સ્વીટ એન્ડ નમકીનમાંથી લુઝ ચક્રી, ન્યુ ભારત સ્વીટમાર્ટમાંથી સ્પેશ્યલ પોટેટો સ્ટીકના નમૂના લઈ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. ફરસાણના ધંધાર્થીઓએ કયાં તેલમાંથી ફરસાણ બનાવવું તેનું બોર્ડ સ્થળ પર મારવું ફરજીયાત છે. આ ઉપરાંત દાઝયા તેલનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.