સંઘની ૬૨મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન: અદ્યતન સુવિધા સાથે સંઘનું નવુ યુનિટ તેમજ પવનચકકી અથવા સોલાર પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય લેવાયો
રાજકોટ લોધીકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિ., રાજકોટની ૬૨મી વાર્ષિક સાધારણસભામાં સભ્ય મંડળીઓના પ્રમુખો, પ્રતિનિધિઓ, મંત્રીઓ, વ્યકિત સભ્યોના પ્રતિનિધિ હાજર રહેલ હતા. સંઘના પ્રમુખ નિતીનભાઈ ઢાંકેચાએ જણાવેલ કે સંઘ ૬૨ વર્ષ પુરા કરી ૬૩માં વર્ષમાં પ્રવેશે છે. ગ્રોસ નફો રૂ.૨૩,૭૩,૧૯,૮૩૯-૫૧ કરેલ છે. બેન્કોમાં વ્યાજના દરમાં વધ-ઘટ હોવા છતાં સંઘે શેર ડીવીડન્ડનો દર જાળવી રાખેલ છે. સંઘના અન્ય ભંડોળો, બેન્કમાં ડિપોઝીટ અને નફામાં ઉતરોતર સતત વધારો થયેલ છે.
વધુમાં નિતીનભાઈ ઢાંકેચાએ જણાવેલ છે કે સંઘ દૈનિક ૫૦ મે.ટન પિલાણ કેપેસીટીની ઓઈલ મીલ, ૨૦૦ મે.ટન રીફાઈનીંગ કેપેસીટીની રીફાઈનરી ધરાવે છે. રાજકોટ ખાતે કુલ ૧૩ ગોડાઉન, કસ્તુરબાધામ ખાતે કુલ ૨૯ ગોડાઉન અને તેલ સ્ટોરેજ માટે કુલ ૪૭ સ્ટોરેજ ટેન્ક ધરાવે છે. વધુમાં નિતીનભાઈ ઢાંકેચા જણાવે છે કે સંઘની સભાસદ મંડળીઓના ખેડુત ખાતેદાર, મંડળીઓના કર્મચારીઓ, સંઘના કર્મચારીઓ, સંઘની વ્યવસ્થાપક સમિતિના સભ્યો વિગેરે દરેકનો પાંચ લાખ રૂપીયાનો અકસ્માત વિમો સંઘના ખર્ચે ઉતરાવી આપી ઉમદા કાર્ય કરેલ છે. હાલમાં સંઘ સભ્ય મંડળીઓના સભાસદોને ગંભીર અકસ્માત, કેન્સર, હૃદય રોગ જેવી બિમારીમાં સારવાર માટે વર્ષ દરમ્યાન કુલ રૂ.૮,૨૫,૦૦૦-૦૦ આર્થિક સહાય ચુકવેલ છે.
વધુમાં નિતીનભાઈ ઢાંકેચા જણાવે છે કે સંઘના પ્રોસેસીંગ યુનીટની આસપાસ રહેણાંક વિસ્તાર વધી જતા તેમજ અન્ય કોઈ યુનીટ નહીં હોઈ આમ જનતાને કોઈ પરેશાની કે તકલીફ ન થાય તે હેતુથી સંઘે ભાવનગર હાઈવે રોડ પર સંઘના યુનીટની આસપાસ જમીન લઈ ત્યાં અદ્યતન સુવિધા સાથે યુનીટ સ્થાપવાનો આજની સભામાં સર્વાનુમતે નિર્ણય થયેલ છે. આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વધુમાં નિતીનભાઈ ઢાંકેચા જણાવે છે કે આજકાલ વિજળી (પાવર)ની સમસ્યા અતિગંભીર બનતી જાય છે તેમજ વિજળી બહુ જ મોંઘી બનતી જાય છે. આથી આના હલ માટે પવન ચકકી કે સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવાનો આજની સભામાં સર્વાનુમતે નિર્ણય થયેલ છે. ટુંકમાં આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સભામાં રાજકોટ-લોધીકા ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, માર્કેટ યાર્ડ, રાજકોટના ચેરમેન અને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, માર્કેટ યાર્ડના વાઈસ ચેરમેન હરદેવસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઈ મેતા, માર્કેટયાર્ડ, રાજકોટના ડીરેકટર અને ભાજપ જિલ્લા ઉપપ્રમુખ પરસોતમભાઈ સાવલીયા, આ સંઘ તથા રાજકોટ જિલ્લા સહકારી બેંકના ડિરેકટર વિરભદ્રસિંહ જાડેજા, માર્કેટયાર્ડ, રાજકોટના ડિરેકટર દિનેશભાઈ ઢોલરીયા, પ્રવિણસિંહ જાડેજા અને મનસુખભાઈ સંખાવરા, તાલુકા ભાજપ રાજકોટના વલ્લભભાઈ શેખલીયા, તાલુકા ભાજપ લોધીકાના ભરતસિંહ જાડેજા, ભરતભાઈ શીંગાળા, રાજકોટ જિલ્લા સહકારી સંઘના ડીરેકટર ભગવાનજીભાઈ શિંગાળા હાજર રહ્યા હતા.
રા.લો.સંઘના વર્તમાન બોર્ડ ઓફ ડિરેકટર્સમાં ચેરમેન નીતિનભાઈ ઢાંકેચા અને વાઈસ ચેરમેન મનસુખભાઈ સરધારા ઉપરાંત ભાનુભાઈ મહેતા, શૈલેશભાઈ પરસાણા, લક્ષ્મણસિંહ જાડેજા, ઠાકરશીભાઈ દુધાત્રા, કનકસિંહ જાડેજા, શિવલાલભાઈ ત્રાપશીયા, વનરાજસિંહ જાડેજા, બાબુભાઈ ખુંટ, મનસુખભાઈ વેકરીયા, રામજીભાઈ લીંબાસીયા, ધનાભાઈ ચાવડા, ભીમજીભાઈ કલોલા, લખમણભાઈ સિંધવ, વિજયભાઈ સખીયા, વિરભદ્રસિંહ જાડેજા, ચેતનભાઈ રામાણી, બાબુભાઈ નસીત અને જયેશભાઈ બોઘરાનો સમાવેશ થાય છે.
રાજકોટ-લોધીકા ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાએ જણાવેલ કે આ સંઘ વર્ષોથી પ્રગતિ કરતો રહ્યો છે. આ સંઘ ખેડુતલક્ષી અને આમ જનતા માટે પણ જયાં પણ સેવા-સહકાર-સહાયની જરત ઉભી થાય છે ત્યાં હર હંમેશ અગ્રેસર રહી સરાહનીય કામગીરી કરે છે. ખેડુતોને ડ્રીપ ઈરીગેશન, ખેડુત અકસ્માત વિમા, ગંભીર માંદગીમાં સહાય તો આપે છે સાથો સાથ રાજય સરકારની સુજલામ-સુફલામ જળ સંગ્રહ યોજનામાં બંને તાલુકામાં મળીને ૨૦ લાખ જેવી માતબર રકમ ફાળવીને તળાવ ઉંડા ઉતારવાનું બીડું ઝડપેલ છે તે માટે અભિનંદન આપું છું.
રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અને માર્કેટયાર્ડ, રાજકોટના ચેરમેન ડી.કે.સખીયાએ જણાવેલ કે રાલોસંઘની પ્રગતિ અને સેવાકીય પ્રવૃતિની વાત જ નિરાલી છે. આવી સંસ્થા આપણા રાજયમાં નહીં બલકે સમગ્ર રાષ્ટ્રમાં દુલર્ભ છે. સંસ્થા સમય પારખીને સમયને અનુપ જરી બદલાવ કરીને આવા હરીફાઈના સમયમાં પણ ઉતરોતર પ્રગતિ કરે તે નાની વાત નથી. માર્કેટયાર્ડ, રાજકોટના વાઈસ ચેરમેન હરદેવસિંહ જાડેજાએ જણાવેલ કે આ સંઘ સાથે હું વર્ષોથી સંકળાયેલ છું તેમજ મારી પહેલાના વકતાઓએ સંઘની પ્રગતિ અને સેવાકીય કામગીરી અંગે વિસ્તૃત જણાવેલ છે. સભાનું સમગ્ર સંચાલન સંઘના ઉપપ્રમુખ મનસુખભાઈ સરધારા દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં સંઘના ડીરેકટર શૈલેષભાઈ પરસાણાએ સભામાં હાજર તમામનો સંઘવતી આભારવિધિ કરીને સભા પૂર્ણ થયાનું જાહેર કર્યું હતું.