રાષ્ટ્રીય લોક દળ(RLD)ના પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ચૌધરી અજિતસિંહનું આજે નિધન થયું છે. તેઓ 22 એપ્રિલના રોજ કોરોના સંક્રમિત થયા હતા. મંગળવારે રાત્રે 82 વર્ષિય અજિત સિંહની તબિયત લથડી હતી. તેમને ગુરુગ્રામની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું હતું કે વધતા જતા ફેફસાના ચેપને કારણે તેની તબિયત લથડી હતી.


પૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણ સિંહના પુત્ર ચૌધરી અજિતસિંહ બાગપતથી સાત વખત સાંસદ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન રહી ચૂક્યા છે. તેમના અવસાન બાદ બાગપત સહિત પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં શોકનું વાતાવરણ છવાય ગયું છે. ચૌધરી અજિતસિંહ જાટ બિરાદરો ખેડૂતના મોટા નેતાઓમાં ગણાતા હતા.

છેલ્લી 2 લોકસભાની ચૂંટણીઓ અને 2 વિધાનસભાની ચૂંટણી દરમિયાન RLD ને ખુબ મોટો ફટકો પડ્યો હતો. આ જ કારણ છે કે, તેઓ તેમના ગઢ બાગપતથી લોકસભાની ચૂંટણી પણ હારી ગયા હતા. જોકે, કિસાન આંદોલન પછીથી અજિતસિંહનો પુત્ર જયંત ચૌધરી ફરી એક વખત પશ્ચિમ યુપીમાં પોતાનો પગ સ્થાપવાનો પ્રયાસ કરી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.